________________
૧૦૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
नाणं दंसणं चरित्तस्स य उवएसो तेसिं महइए भत्तीए बहुमाणओ संथवो कायव्वो एएणं करणेणं काउसग्गाणंतरं चउवीसत्थओ इत्यादि तथा नमोक्कारेणं पारे तओ नाणायारविसुद्धिनिमित्तं च सुयनाणेणं मुक्खसाहणाणि साहिज्जंति त्ति काउं तस्स भगवओ पराभत्तीए तप्परूवगं नमोक्कारपुव्वगं थुई कित्तणं करेड़ तं जहा "पुक्खरवरदीवड्डे" इत्यादिकं तथा नमोक्कारेणं पारेई एवं चरित्तदंसणसुयधम्मअइयारविसोहिकारगा काउसग्गा कायव्वा इयाणि दंसणसुयधम्माणं सम्पन्नं फलं जहिं पत्तं तेसिं बहुमाणओ पराए भत्तीए मंगलनिमित्तं च भुज्जो थुइ भाइ सिद्धाणं बुद्धाणं गाहा इत्यादि आव. चू. ।
અર્થ :- અપરિમાણકાલે કરીને નમો અરિહંતાણં કહી કાઉસ્સગ્ગ પારવો, પછી શુઇ કહેવી. કારણ કે શ્રી તીર્થંકરે જ્ઞાન-દર્શન-ચારિત્રનો ઉપદેશ આપેલ છે. માટે મોટી ભક્તિ-બહુમાનથી સંસ્તવન કરવો. પછી જ્ઞાનાચારવિશુદ્ધિને અર્થે શ્રુતજ્ઞાને કરીને મોક્ષસાધનાદિક સાધીએ એમ જાણી તે શ્રુતભગવંતની પરમભક્તિએ કરીને તેમની પ્રરૂપક નમસ્કારપૂર્વક થઈ કીર્તન કરવી. જેમ પુખ્ખરવરદીવà ઇત્યાદિ તથા નમકાર કહી કાઉસ્સગ્ગ પારે. જ્ઞાન-ચારિત્ર તથા દર્શનના અને અતિચાર વિશુદ્ધિના કરનારા ત્રણ કાઉસ્સગ્ગ કરવા. પછી જે પુરુષ દર્શન શ્રુતધર્મનું ફળ પ્રાપ્ત કરી સિદ્ધ થયા છે. તેમનું ૫૨મ ભક્તિથી બહુમાન કરવા અને મંગલ કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં ગાથા આદિ થોય કહેવી.
આમ, આ પાઠમાં નામસ્તવ-શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવને થોય કહેલ છે. તેથી કેટલાક આચાર્યે ત્રણ થોયને શાશ્વતી માની એ ત્રણ થોયના દેવવંદન કહે છે. કેટલાક આચાર્યો શાશ્વત-અશાશ્વત થોય માનવાવાળા આચાર્ય લોગસ્સ પ્રમુખ ત્રણ સૂત્ર થઇ અને એક શ્લોક આદિ વર્ધમાન ચૂલિકા થોયથી (શાશ્વત, અશાશ્વત) દેવવંદના માને છે. તે એક શ્લોક આદિ વર્ધમાન થોયનો વિચાર, વિચારામૃતસંગ્રહમાંથી કુલમંડનસૂરિએ શ્રી આવશ્યકચૂર્ણિ આદિની સાક્ષીથી આવી રીતે કહેલ છે. તે પાઠ :