________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૦૩
વળી કોડી’” શબ્દ એ જૈનશાસ્ત્રમાં ક્રોડ સંખ્યાનો પર્યાયવાચી શબ્દ. કોઈ આચાર્ય કોડી શબ્દને ક્રોડ તરીકે નથી માનતા પણ તે સંજ્ઞાંતર માને છે. તેને મતાંતર વાક્ય જે-જે સ્થળે જોઈએ તે-તે સ્થળે આચાર્યોએ વાપરેલ છે. પણ આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણયના પ્રસ્તાવના પાના ૧૨ પર હીરવિજયસૂરિને પૂર્વાચાર્ય માની તેમની બુદ્ધિ અલ્પ જાણી, પોતાની બુદ્ધિ અધિક માનીને જૈન તત્ત્વાદર્શ પરિચ્છેદ-૭ના પાના ૩૦૩માં ચક્રવર્તીની સેના તથા શત્રુંજય પર સિદ્ધ થયેલ મુનિ માટે પાંચ કોડી સો હજાર આદિ શબ્દ સર્વત્ર ઠેકાણે સંજ્ઞાંતર શબ્દ વાપર્યો છે. તેમ પૂર્વાચાર્યોએ કે અર્વાચીન આચાર્યોએ સંજ્ઞાંતર શબ્દ સર્વ ઠેકાણે વાપર્યો નથી. શત્રુંજય-માહાત્મ્ય આદિ ગ્રંથોમાં સો હજાર એટલે લાખ, સો લાખ તે ક્રોડ એવી સંજ્ઞા લખેલ છે, પણ મતાંતરવાક્યે સંજ્ઞા કહી નથી. તે હીપ્રશ્નનો પાઠ :
तथा श्रीशत्रुंजयस्योपरि पंचपांडवैः समं साधूनां विंशतिकोटयः सिद्धा इति श्रीशत्रुंजयमाहात्म्यादौ प्रोक्तमस्ति सा कोटिविंशतिरूपा शतलक्षरूपा वेति ? अत्र शतलक्षरूपा कोटिरवसीयते न तु વિશતિરૂપતિ વોથ્ય ॥૪॥
ભાવાર્થ :- શ્રી શત્રુંજય ઉપરે પાંચ પાંડવ વીશ કોડી મુનિવર સાથે સિદ્ધ થયા એવું શત્રુંજયમાહાત્મ્ય આદિમાં કહ્યું છે, તો કોડી એટલે વીશ ગણવા કે સો લાખ ? આવો પ્રશ્ન વિશ્વર્ષિ ગણિએ કર્યો તેનો જવાબ શ્રી હીરવિજયસૂરિ આપે છે કે અહીં સો લાખની એક કોડી જણાય છે, પણ વીશરૂપે ન જાણવી.
હવે સમજુ માણસોએ વિચાર કરવો જોઈએ કે પૂર્વપુરુષોના ખુલાસાને ઉલ્લંઘી સ્વકપોલકલ્પનાએ - પૂર્વાચાર્યની સંમતિ વિના - જૈનશાસ્ત્રમાં વિરોધભાવ જણાવનાર જૈનશાસ્ત્રનો વિરોધી થાય જ. જે જૈનશાસ્ત્રનો વિરોધી હોય તે ચતુર્વિધસંઘનો વિરોધી હોય જ.
હવે આત્મારામજી પૂર્વધર-પૂર્વાચાર્યની સામાચારીના વિરોધી આવી રીતે થાય છે. નીચે મુજબના શાસ્ત્રોમાં શ્રાવકે સામાયિક લેતાં પહેલાં પ્રથમ કરેમિ ભંતે અને પછી ઇરિયાવહી કરવાનું કહેલ છે. તે શાસ્ત્રોના નામ આ મુજબ છે :