________________
૧૦૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર જીર્ણપ્રાય વસ્ત્ર ધારણ કરવાનું કહેલ છે. ચોમાસા વગેરે કારણસર ધોવાનું વિધાન પણ કર્યું છે, પણ રંગવાનું વિધાન કરેલ નથી. વળી શ્રી નિશીથસૂત્રમાં લોદરઅર્ક પ્રમુખ દ્રવ્ય-વસ્ત્ર-પાત્રને લગાવવા કહ્યાં ને શ્રી નિશીથસૂત્રચૂર્ણિમાં મદિરા પ્રમુખ દુર્ગધ ટાળવા માટે કહેલ છે, પણ હંમેશાં ખાસ કારણ વિના વેશ બદલવાના અર્થે કહેલ નથી.
આ બાબતમાં વિશેષ તર્ક-વિતર્ક-સમાધાન સહિત પૂર્વોક્ત સૂત્રના, ગ્રંથોના પાઠ ભાવાર્થ સહિત “સ્તુતિનિર્ણયવિભાકર”થી (શ્રી ધનચંદ્રસૂરિરચિત) જાણવા. આમ અનેક શાસ્ત્રના અભિપ્રાયથી સફેદ વસ્ત્ર ત્યાગીને પીળા કપડાં ધારણ કરે તેને જૈનલિંગનો વિરોધી જાણવો. પ્રશ્ન :- શ્રી આત્મારામજી શત્રુંજયતીર્થના વિરોધી કેવી રીતે થાય છે ? જવાબ :- સોરઠ દેશને નીચે મુજબ ૨૧ શાસ્ત્રગ્રંથોમાં આર્યદેશ કહેલ
(૧-૨) બૃહત્કલ્પભાષ્ય અને વૃત્તિ (૩) સિદ્ધાંતસારસંગ્રહ, (૪) ધર્મસંગ્રવૃત્તિ (૫) ઠાણાંગસૂત્રવૃત્તિ, (૬) પન્નવણાસૂત્રવૃત્તિ, (૭) લોકપ્રકાશ, (૮) આચારદિનકર, (૯) આવશ્યકબૃહદ્ઘત્તિ, (૧૦) શત્રુંજયમાહાત્મ, (૧૧) ભરતાષ્ટપાટચરિત્ર, (૧૨) વીરચરિત્ર, (૧૩) મુનિસુવ્રતચરિત્ર, (૧૪) પ્રભાવકચરિત્ર, (૧૫) શ્રીપાલચરિત્ર, (૧૬) પાંડવચરિત્ર, (૧૭) શાંતિચરિત્ર, (૧૮) શત્રુંજયકલ્પવૃત્તિ, (૧૯) સપ્તતિસ્થાનકગ્રંથવૃત્તિ, (૨૦) ઉપદેશમાલા વૃત્તિ, (૨૧) જંબૂદ્વીપપન્નત્તીસૂત્રવૃત્તિ જેવા અનેક ગ્રંથોમાં સોરઠ દેશને આર્યક્ષેત્ર કહેલ છે. પણ કાળ અપેક્ષાએ કરીને પ્રાચીન અર્વાચીન કોઈ આચાર્યું ક્ષેત્ર અપેક્ષાએ આજ સુધી અનાર્ય કહેલ નથી. કારણ કે ક્ષેત્ર અપેક્ષાએ આર્યક્ષેત્ર અનાર્ય થાય નહીં અને અનાર્ય ક્ષેત્ર આર્ય થાય નહીં. તેમ છતાં કાળ અપેક્ષાએ આર્યક્ષેત્રને અનાર્યક્ષેત્ર કહેતાં તે ક્ષેત્રમાં રહેલા તીર્થ પણ અનાર્ય થાય. કારણ કે સિદ્ધક્ષેત્ર આદિ તીર્થો પણ ક્ષેત્ર કહેવાય છે. માટે આર્યક્ષેત્રને ક્ષેત્ર અપેક્ષાએ અનાર્ય કહેવાવાળો પ્રાણી તે ક્ષેત્રમાં રહેલા શત્રુંજય પ્રમુખ તીર્થનો વિરોધી થાય છે. આત્મારામજીએ સોરઠ દેશને અનાર્યક્ષેત્ર કહેલ હોવાથી તેઓ શત્રુંજય તીર્થના પણ વિરોધી થયા.