________________
૮૭
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૮૧) સામાચારી (પ્રાચીન આચાર્યકૃત)ઃ ૩૧
આ ગ્રંથકર્તા તરીકે પૂર્વધરના સમીપના કે તેમના નિકટના સમયના પ્રાચીન આચાર્ય નહીં પણ વર્તમાનકાળ પૂર્વેના પ્રાચીન આચાર્ય ગ્રહણ કરવા. કારણ કે આ નામ વિનાની સામાચારીમાં ક્યાંક ત્રણ થાય કહેલ છે, ક્યાંક ચાર થોય કહી છે. ઉપર લખેલી સામાચારીમાં પ્રતિક્રમણમાં જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે, પણ ચાર થોયની ચૈત્યવંદના કહી નથી. શ્રુતદેવતાના કાયોત્સર્ગ કહ્યા છે, પણ તેમની થોય કરવાનું કહેલ નથી. આત્મારામજી આ મુજબ માનતાં નથી. (૮૨) આવશ્યકતાર્થદીપિકા (શ્રી રત્નશેખરસૂરિકૃત) : ૪૪
આમાં આવશ્યક કાયોત્સર્ગ નિર્યુક્તિ પૂર્વધર શ્રતધારીઓની આચરણાથી ચોમાસી-સંવત્સરી પ્રતિક્રમણમાં ક્ષેત્ર દેવતાનો કાઉસ્સગ્ન, પાક્ષિક પ્રતિક્રમણમાં ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કહ્યો છે. કોઈ આચાર્યના મતથી ચોમાસામાં ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરવો કહ્યો છે, પણ રોજ કરવો કહ્યો નથી. થોય કરવાનું તો કહ્યું જ નથી.
વજસ્વામીએ અનશન આજ્ઞા કારણે વનદેવતાનો કાઉસ્સગ્ન કરેલો. વળી, બૃહભાષ્ય તથા લલિતવિસ્તરાની સાક્ષીથી વૈયાવૃત્યકરદેવતાનો કાઉસ્સગ્ન તથા થોય કહેલ છે. તે જ ગ્રંથોમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કરવાનું કહેલ છે. મોક્ષ માટે દેવતાની પ્રાર્થના - બહુમાન વર્જેલા છે. આલોકાર્થે યક્ષાદિક આરાધના કરવામાં મિથ્યાત્વવૃદ્ધિપ્રસંગ લખેલ છે. આત્મારામજી આ મુજબ માનતાં નથી. જે ગ્રંથમાં પૂર્વધરગ્રંથની સાક્ષી આપી હોય તે ગ્રંથમાં જે જેવી રીતે કહ્યું હોય તે તેવી રીતે ન માને તેને દીર્ધસંસારી સિવાય શું કહેવાય ? પ્રશ્ન :- એ પૂર્વોક્ત ગ્રંથ પંચાંગી વિનાના તમે પ્રમાણે કરો છો કે કેમ?
જવાબ :- અમો પ્રધાન નૈગમાદિ નય વિશારદ શ્રીમદ્ હરિભદ્રાચાર્ય પ્રમુખ પૂર્વાચાર્ય મહારાજના વચનથી પૂર્વધર અનુકરણ અર્થે સર્વ ગ્રંથ પ્રમાણ કરીએ છીએ અને જે નિરવદ્ય સામાચારી વિશેષે અધિક કે ઓછી હોય તેને દૂષતા નથી, પણ પૂર્વધર આદિ પરંપરાથી આવેલી સામાચારી