________________
૮૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
છે. સામાયિકમાં આવી થોય બોલતાં વ્યવહારથી સાવદ્ય લાગે. માટે દરેક આચાર્યે સર્વ ગ્રંથોમાં ચોથી થોય જિનપૂજાદિ અવસરે બોલવાની કહી છે.
આત્મારામજી એમ કહે છે કે આ શોભનમુનિ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. પણ પ્રબંધચિંતામણી તથા આત્મપ્રબોધાદિક ગ્રંથમાં વર્ધમાનસૂરિ તથા સુસ્થિતાચાર્યની પરંપરામાં થયેલ શોભનાચાર્ય હતા તેવું લખેલ છે. અને પ્રભાવકચરિત્રમાં ચંદ્રગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનાચાર્ય હતા તેવું કહેલ છે. પછી તો બહુશ્રુત ગીતાર્થો કહે તે પ્રમાણ.
(૭૮/૭૯) યતિદિનચર્યા ફરીથી તિદિનચર્યા : ૨૯-૩૦
આ કર્તાના નામ વિનાની યતિદિનચર્યાઓ છે. કેટલાકમાં ત્રણ થોય કહી છે, કેટલાકમાં ચાર થોય પણ કહી છે. કેટલાકમાં તો ત્રણ કે ચા૨ થોય એકે કહેલ નથી. ડિક્કમણાના આદિ-અંતમાં જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે. પણ ચા૨ થોય નથી કહી. કેટલીક યતિદિનચર્યામાં શ્રુત-ક્ષેત્રદેવીના કાઉસ્સગ્ગ કહ્યા નથી, કેટલીકમાં કહ્યા છે, પણ થોય નથી કહી. આત્મારામજી આ પ્રમાણે માનતા નથી.
(૮૦) શ્રુતદેવતાની થોય “હરિભદ્રસૂરિકૃત” : ૮૨
આ સંસારદાવાનું ચોથું વૃત છે. સંસારદાવા સ્તુતિ એકાંતે સ્તુતિ નથી, પણ સ્તુતિસ્તોત્રરૂપે છે. કારણ કે વ્યવહારભાષ્યમાં એક-બે-ત્રણ શ્લોકની થોય ત્યારબાદ સ્તવ કહેલ છે. તે કારણથી જ સંસા૨દાવા સજ્ઝાય - સ્તુતિ કે સ્તોત્રરૂપે બોલાય છે. તેથી થોયના અવસરે ત્રણ થોય કહેવાય છે અને સ્તવન તરીકે ચાર થોય પણ કહેવાય છે.
વળી હરિભદ્રસૂરિરચિત ત્રણ થોયના જોડલા પણ જ્ઞાનભંડારમાં મળી આવે છે. તેથી નક્કી કરી શકાય કે જિનપૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થોય અન્યથા ત્રણ થોય કહેવા એ જોડા બનાવ્યા હશે. પછી તો બહુશ્રુત ગીતાર્થ આચાર્ય ભગવંતો કહે તે પ્રમાણ.
આ સ્તુતિસ્તોત્રમાં “ભવિરહવ” એ વાક્યથી શ્રુતદેવી યાને જિનવાણીનો પણ સંભવ થાય છે. આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી.