________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૪૨) ઉપદેશપદવૃત્તિ શ્રી મુનિચંદ્રસૂરિકૃત : ૯ આમાં ક્યાંય ચાર થોય કહેલ નથી. (૪૩) લલિતવિસ્તરા પંજિકા શ્રી મુનિચંદ્રસૂરિકૃત : ૧૦
આમાં પૂજા આદિ વિશિષ્ટ કારણે દેરાસરમાં ચાર થોય કરવાનું કહેલ છે. પણ પ્રતિક્રમણમાં કરવાનું ક્યાંય કહેલ નથી. આત્મારામજી આ મુજબ માનતાં નથી.
(૪૪) ધર્મરત્ન (આ ગ્રંથ દેવેન્દ્રસૂરિકૃત છે તેવું આત્મારામજી લખે છે, તે ખોટું છે. મૂળ ગ્રંથ રચયિતા શાન્તિસૂરિ છે અને ટીકા દેવેન્દ્રસૂરિકૃત છે.) : ૯
આમાં ચાર થાય કહેલ નથી. દેરાસરમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કરવાનું કહ્યું છે. (૪૫) વંદારુવૃત્તિ (શ્રી દેવેન્દ્રસૂરિકૃત) : ૩૬
શ્રાવકના છે આવશ્યકની ટીકા છે. તેમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે જઘન્ય ચૈત્યવંદના કહી છે. જેને યોગ્ય જે પ્રવૃત્તિ હોય તે જણાવવાના અર્થે ચોથી થોય કહેલ છે. દેવતાઓ અવિરતિ હોવાથી પ્રતિક્રમણ તો કરે નહીં, પણ પૂજા તો કરી શકે તેથી પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કહી છે. આ વૃત્તિમાં જયવીયરાય સુધી ચૈત્યવંદના કહી છે.
જ્યારે હમણાં તો પ્રતિક્રમણના આદિ-અંતમાં તે પ્રમાણે કહેતાં નથી. આત્મારામજી તે પ્રમાણે નથી માનતા. (૪૬) લઘુભાષ્ય શ્રી દેવેન્દ્રસૂરિકૃતઃ ૫૦
આમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કહી છે. ધર્મરત્નવૃત્તિ, વંદારવૃત્તિ અને લઘુભાષ્ય એ ત્રણેય ગ્રંથના કર્તા વિક્રમ સંવત ૧૩૦૦માં થયેલા તપાગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિ છે. તેમના રચેલા શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિમાં દેરાસરમાં તથા પુજાદિ વિશિષ્ટ કારણે ચાર થાયથી ચૈત્યવંદના કહી છે. સામાયિક લેતાં શ્રાવકે પ્રથમ કરેમિ ભંતે અને બાદમાં ઇરિયાવહિયા કરવાનું કહ્યું છે. તે પ્રમાણે આત્મારામજી અનુસરતાં નથી.