________________
૭૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પડિક્કમણાના શરૂ કે અંતમાં સામાન્ય પ્રકારે જઘન્ય ચૈત્યવંદના કહી છે અને મૂલમાં વિધિપૂર્વક પાંચ નમુત્થણંથી દેરાસરમાં ચૈત્યવંદન કરવાનું કહેલ છે. પણ ચાર થોય કહેલ નથી. વ્યાખ્યાનકારે સંકેતભાષાથી ત્રણ થોય વંદનરૂપે અને ચોથી થાય તીર્થાદિ અનુશાતિરૂપ તથા પ્રવચનભક્ત દેવતાની કહી છે. તે પણ દેરાસરમાં કહેલ છે, પણ પ્રતિક્રમણની શરૂઆત કે અંતમાં કરવાનું કહેલ નથી. આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી.
આત્મારામજી એવું કહે છે કે આ ગ્રંથ ચોરાશી હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથના કર્તા વાદિદેવસૂરિએ બનાવેલ છે, પણ તે એકાંતે સિદ્ધ થતું નથી. કારણ કે તે ગ્રંથની શરૂઆત “સુવિહિતશિરોમણી દેવસૂરિ રચિત” એવું લખે છે. અંતમાં “શ્રી દેવસૂરિણા ભણિતા-ઉદ્ધરિતા” લખેલ છે. પણ વાદિદેવસૂરિરચિત એવું લખેલ નથી. કુલ ... દેવસૂરિ થયા છે તે આ મુજબ :
(૧) સર્વદવસૂરિના શિષ્ય શ્રી બિરૂદધારક દેવસૂરિ થયા.
(૨) મુનિચંદ્રસૂરિના શિષ્ય અજિતદેવસૂરિના ગુરભાઈ સ્યાદ્વાદરત્નાકરના કર્તા તથા સિદ્ધરાજ જયસિંહની સભામાં કુમુદચંદ્રાચાર્ય નામના દિગંબરને જીતવાવાળા વિક્રમ સંવત ૧૨મી સદીમાં થયેલા વાદિદેવસૂરિજી.
(૩) અજિતસિંહસૂરિના સમયમાં, કાન્હયોગીને સર્પાદિક વાદના જીતવાવાળા થયા. (૪) સેનસૂરિના શિષ્ય દેવસૂરિ થયા. (૫) ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય દેવસૂરિજી થયા.
એ પાંચેયના શિષ્ય પરિવાર સર્વ સુવિહિતશિરોમણી દેવસૂરિ લખે છે, તો સંશોધન કર્યા વિના કેમ ખબર પડે કે આ ગ્રંથ સ્યાદ્વાદરત્નાકરગ્રંથના કર્તા વાદિદેવસૂરિ જ છે? આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નં. ૪૫/૪૮માં વાદિદેવસૂરિ જ છે, તેવું લખે છે. કયા આધારે લખે છે ? કોઈ પુરાવા વિના એકાંતે વાદિદેવસૂરિ જ છે આવું આત્મારામજીનું લખાણ સર્વથા અનુચિત છે. વિદ્વાન ગણાતા પુરુષો આવા ગપ્પાં મારે તે યોગ્ય નથી.