________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૬) પૂર્વધરાચાર્યક્ત કલ્પબૃહભાષ્ય : ૧૯
આમાં પણ ત્રણ થાયથી દેવવંદના કહેલ છે. તે પ્રમાણે આત્મારામજી માનતા નથી, કરતા નથી. (૭) ભદ્રબાહુસ્વામીકૃત વંદનપઈન્નો : ૨૧ આત્મારામજીને મહાપુરુષોના નામ લેતાં શરમ આવતી હોવાથી તેમનું કર્તા તરીકે નામ લખતાં નથી. આમાં વિધિયુક્ત ત્રણ થાયથી દેવવંદના કહેલ છે. તે પ્રમાણે આત્મારામજી માનતા નથી. (૮) ગણધરાદિ રચિત પાક્ષિકસૂત્ર : ૪૧
આમાં ચોથી થાય નથી. આત્મારામજી સમકિતશલ્યોદ્ધારમાં શ્રુતદેવીને જિનવાણી તરીકે ઓળખાવે છે. પણ સ્તુતિ કહેતાં જિનવાણીરૂપે ન માનતાં દેવીરૂપે માને છે. (૯) પૂર્વધરકૃત વસુદેવહિંડી : ૪૩
આમાં દેરાસરમાં દેવવંદના કરવાનું કહેલ છે, તે મુજબ આત્મારામજી માનતા નથી. (૧૦) પૂર્વધરકૃત આવશ્યકચૂર્ણિ : ૪૫
આમાં પ્રતિક્રમણ કરી દેરાસર હોય તો દેવ વાંદવાનું કહેલ છે તથા સામાયિક લેતાં શ્રાવકે પ્રથમ કરેમિ ભંતે ઉચ્ચારી ત્યારબાદ ઇરિયાવહી કહેલ છે. આ મુજબ આત્મારામજી માનતા નથી. (૧૧) શ્રી ભદ્રબાહુસ્વામીકૃત આવશ્યક કાયોત્સર્ગ નિયુક્તિઃ ૪૬
જે ગાથા ભદ્રબાહુસ્વામીકૃત પ્રતિક્રમણવિધિની છે તે તો આત્મારામજી માનતા નથી, અન્યકૃત પ્રક્ષિપ્ત ગાથાઓ માને છે. (૧૨) ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત આવશ્યકનિયુક્તિ : ૬૫
આમાં ચાર થોયનો ઉલ્લેખ પણ નથી. પખી-ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવી અને ભુવનદેવીનો કાયોત્સર્ગ કહેલ છે, પણ સ્તુતિ કહેલ નથી. શ્રી આત્મારામજી આ પ્રમાણે કરતાં નથી અને માનતાં પણ
નથી.