________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદકુઠાર
૬૯ ચોથી થાય પ્રતિક્રમણમાં કહેવી તેવું કથન નથી. વળી, જે જે ગ્રંથોની સાક્ષી આપી છે તે ગ્રંથોમાં ઢુંઢીયાની માફક પોતાને અનુકૂળ શાસ્ત્રપાઠી આવ્યા તે માન્યા છે, પણ પોતાને અનુકૂળ ન હોય તેવા શાસ્ત્રપાઠ માન્યા નથી. જે શાસ્ત્રમાં જે વાત કહી હોય તે શાસ્ત્ર આખેઆખું માન્ય હોય તો જ તે શાસ્ત્ર પ્રમાણ કર્યું કહેવાય. પણ જે શાસ્ત્રમાં પોતાની મનગમતી વાતો માને અને પોતાના મતને તોડવાવાળી વાતો ન માને, આવું કરવાથી એ ગ્રંથ માન્ય કર્યો કેમ કહેવાય ?
પ્રશ્ન :- આત્મારામજીએ જે જે શાસ્ત્રગ્રંથોની સાક્ષી આપી છે તેમાંના કયા કયા શાસ્ત્રપાઠ આત્મારામજી માનતા નથી, તે તમારે બતાવવા જોઈએ.
જવાબ :- આત્મારામજીએ ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથમાં જે શાસ્ત્રની સાક્ષી આપી છે તેમાંના નીચે મુજબના શાસ્ત્રપાઠો આત્મારામજી માનતા નથી. (૧) શ્રી ગણધર કૃત શ્રી મહાનિશીથસૂત્ર : ૩
આ સૂત્રમાં ચાર થોય ક્યાંય કહેલ નથી. ચેત્યવંદનાના જે સૂત્ર કહ્યાં છે તે ત્રણ થાયના છે. આત્મારામજી આ પ્રમાણે માનતા નથી. (૨) શ્રી સંઘદાસગણીકૃત કલ્પભાષ્ય : ૧૨
આમાં દેરાસરમાં ત્રણ સ્તુતિથી મધ્યમ અને મધ્યમ-ઉત્કૃષ્ટ દેવવંદના કહી છે. આત્મારામજી આ પ્રમાણે માનતા નથી. (૩) શ્રી સંઘદાસગણીકૃત વ્યવહારભાષ્ય : ૧૫
આમાં ત્રણ થાયથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ બે દેવવંદન કહેલ છે. તે પ્રમાણે આત્મારામજી માનતા નથી ને કરતાં પણ નથી. (૪) પૂર્વધરકૃત કલ્પ સામાન્ય ચૂર્ણિ : ૧૭ આમાં ત્રણ થાયથી દેવવંદના કહેલ છે. તે પ્રમાણે આત્મારામજી માનતા
નથી.
(૫) પૂર્વધરાચાર્ય કૃત કલ્પ વિશેષ ચૂર્ણિ : ૧૮
આમાં પણ ત્રણ સ્તુતિ કહેલ છે. આત્મારામજી તે પ્રમાણે માનતા નથી.