SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વગેરે આગમનિષિદ્ધ આચરણા અંધપરંપરાએ ચાલી આવી તે સુવિહિતોને પ્રમાણ કરવા યોગ્ય નથી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સવાસો ગાથાના સ્તવનમાં કહે છે કે : ૫૩ જેહમાં નિજમતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે, અંધ પરંપરા બાંધિઓ, તેહ અશુદ્ધ આચારો રે. તુજ. II૬૮॥ વ્યાખ્યા : જેમાં પોતાની મતિકલ્પના હોય તેનાથી ભવપાર ન થવાય. જે અંધપરંપરાથી બાંધેલ હોય તે આચાર અશુદ્ધઆચાર ગણાય. उक्तं च जहसड्ढेसु ममत्तमित्यादि ॥६८॥ શિથિલવિહારીએ આદર્યા, આલંબન જે કૂડાં રે, નિયતવાસાદિક સાધુને, તે વિ જાણીએ રૂડાં રે. તુજ. ॥૬૯॥ વ્યાખ્યા : શિથિલવિહારી પાર્શ્વસ્થાદિક સાધુઓએ જે ખોટા આલંબન આચર્યાં હોય તે સાધુ માટે રૂડાં (આચરવા યોગ્ય) ન ગણાય. કહ્યું છે કે नीआवासविहारं चेइयभत्तिं च अद्यियालाभं । विगईसु अपडिबद्धं णिद्दोसं चोईआ बित्ति ॥ १ ॥ આમ, આવશ્યકમાં તેના સર્વ ઉત્તર છે. આલંબન તો માત્ર કલ્પના છે. आलम्बणाण लोगो भरिउ जीवस्स अजऊकामे । जं जं पासइ लोए तं तं आलंबणं कुणई ॥ १ ॥ ॥ ६८ ॥ ઉપર લખ્યાનો સારાંશ એ છે કે જીતઆચરણાવ્યવહાર તીર્થંકરઆજ્ઞાથી સૂત્રઅવિરુદ્ધ પરંપરાએ આવ્યું તે આત્મહિતેચ્છુઓએ પ્રમાણ કરવું, પણ તીર્થંકરઆજ્ઞા વિના સૂત્રવિરુદ્ધ જીતઆચરણા બહુશ્રુતની કરેલી હોય તોપણ અપ્રમાણ છે. તથા ચોરૂં શ્રીવ્યવહાર-નિશીથ-ગોષનિયુત્તિ-માધ્ય-વૃળિવૃત્તિષુ । તત્વાનઃ ॥
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy