________________
૫૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
एसो आहारविही जह भणिउं सव्वभावदंसीहिं । धम्मावस्सगजोगा जेणमहायंति तं कुज्जा ॥ १ ॥
तथा
कारणपडिसेवा पुणभावे अणासेवणत्ति दिव्वा । अणइती भावे सो सुद्धो मुक्खति ॥ १ ॥
ઇત્યાદિ. વળી ઉવવાઈસૂત્રમાં “સુદ્ધેસણીએ” એવા અભિગ્રહ મુનિએ કર્યા તેથી જાણીએ છીએ કે પૂર્વે પણ કોઈક કારણસર અશુદ્ધ લેતાં લેખાય છે, પણ તે અપવાદ છે. સુખશીલ લોકે જે આચર્યું તે ચિત્તમાં લગાર પણ ન ધરીએ. દુષ્પસહઆચાર્ય સુધી ચારિત્ર ટકશે એવું સિદ્ધાંતમાં સાંભળીએ છીએ. જે માર્ગાનુસારિણીક્રિયા કહી તે રીતે પ્રયત્ન કરતાં હોય તેને જો ચારિત્રવાન ન માનીએ તો બીજા ચારિત્રીયા તો દેખાતાં નથી. તો શું ચારિત્રનો વિચ્છેદ થયો છે ? જો ચારિત્રનો વિચ્છેદ માનીએ તો તીર્થનો પણ વિચ્છેદ થાય. આવું વિચારીએ તો તે આગમવિરુદ્ધ થાય છે. વ્યવહારભાષ્યમાં કહ્યું છે :
जो भइ नत्थि धम्मो न य सामाइयं न चेव य वयाई । सो समणसंघबज्झो कायव्वो समणसंघेण ॥ १ ॥
આ વચનથી માર્ગાનુસારીક્રિયા કરનાર ભાવસાધુ છે એમ ઠર્યું. એ પ્રથમ ક્રિયા નામનો ભેદ થયો. ૫૮ાા
અહીંયાં કોઈ કોઈ કહેશે કે તમો તો પંચાંગી પ્રમાણે આચરણા પ્રમાણ કરો છો, તો કલ્પનું ધરવું, ઝોળી વગેરે આચરણા પંચાંગીમાં નથી, તેને તમો કેમ પ્રમાણ કરો છો ?
તેનો જવાબ એ છે કે અમો પંચાંગી અનુસાર પ્રકરણાદિ સર્વ આચરણા પ્રમાણ કરીએ છીએ. તેથી એ પૂર્વોક્ત કેટલીક આચરણા પંચાંગી મુજબ છે અને કેટલીક આચરણા પંચાંગી અનુસાર આગમઅનિષિદ્ધ આચરણા છે.
કપડાનું તથા ઝોળી હાથમાં ઝાલવી, ઉપગ્રહિક ઉપધિ, સંથારિયા પ્રમુખ રાખવા, તુંબા વગેરેને મુખ કરવું, દોરાદિક દેવા અને શાકી દોરાની ઝોળીના