________________
૪૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર सच्छपरिन्ना छक्कायसंजमो पिंड उत्तरज्जाए । रुक्खे वसहे गोवे जोहे साही य पुक्खरिणी ॥१॥ (૧) પૂર્વે શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન સૂત્રાર્થે ભણીને, સાધુને ઉઠામણ કરતાં હતાં, અત્યારે દશવૈકાલિકનું ચોથું અધ્યયન ભણાવી ઉઠાવણા થાય છે. પહેલાં પિંડેષણાઅધ્યયન ભણાવ્યા બાદ ઉત્તરાધ્યયનસૂત્ર ભણાવતાં હતાં, હમણાં વગર ભણ્ય ભણાવાય છે. ત્યાં દષ્ટાંત આપે છે કે પૂર્વે કલ્પવૃક્ષ હતાં, હમણાં આંબા પ્રમુખથી કામ ચાલે છે. પહેલાં અતુલ્ય બળશાળી ધવલ વૃષભ હતાં, હવે ધૂસરે જ કામ ચાલે છે. પહેલાં ગોપ જે કર્મણી હતા તે ચક્રવર્તીને તે જ દિવસે ધાન્ય નિપજાવી દેતા હતા, અત્યારે તેના વિના પણ કામ ચાલે છે. પહેલાં સહસ્રોધી હતા, અત્યારે અલ્પ પરાક્રમી સુભટોથી પણ શત્રુનો પરાજય કરી રાજય ચલાવાય છે. તેમ સાધુ હમણાં જીતવ્યવહાર સંયમ પાળે છે. તથા છ માસનું પ્રાયશ્ચિત્ત હોય તેને અત્યારે પાંચ ઉપવાસ કહ્યા છે. પહેલાં મોટી પુષ્કરિણી હતાં હમણાં નાની છે તેથી કામ ચાલે છે. આવા દૃષ્ટાંતોથી જીતવ્યવહાર જાણવો.
जं सव्वहा न सुत्ते पडिसिद्धं, न य जीववहहेउ । तं सव्वंपि पमाणं चारित्तधणाण भणियं च ॥१॥ अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ॥२॥ ઇત્યાદિ જેમ આર્યરક્ષિતસૂરિજીએ આચર્યું તે દુર્બલિકા પુષ્પમિત્રાજીએ અંગીકાર કર્યું તેમ સુવિહિતે જે આચર્યું તેને સર્વે કબૂલ કરે. llll
વ્યવહાર પાંચે ભાષીયા, અનુક્રમે જેહ પ્રધાન, આજ તો તેમાં જીત છે, તે તજિયે હો કેમ વિગરનિદાન સા. પાછા અર્થ:- પાંચ વ્યવહાર કહ્યા છે તેમાં અનુક્રમે જે પ્રધાન હોય તે આદરવો.
કહ્યું છે –
कतिविहेणं भंते ववहारे पण्णत्ते ? गोयमा पंचविहे ववहारे पण्णत्ते।