SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૦) ખંડ ૮ મે. અરૂણોદય દેખી હવે, કકડે કીધ સેર લાલરે; આવ્યો મંદિર આપણે, રાજા મંત્રિ ચાર લાલરે. સાને ૧૦ છે પરભાતે પરિવારનું, પરવરીયો ભૂપાલ લાલરે; અહંદાસને ઘર આવીયો, શેઠ રતન ભરી થાલલાલરે. સા. ૧૧ આગળ મૂકી ભેંટણું, કર જોડી પાયે લાગ લાલરે; ઉભો એમ વિનતિ કરે, માહરે મોટો ભાગ લાલરે સામે ૧૨ છે પછી સૂર્ય ઉગવાને સમય થવાથી કુકડા બોલવા લાગ્યા, તે જોઈ રાજા તથા મંત્રી અને તે ચાર સઘળા પત પિતાને સ્થાનકે ગયા છે ૧૦ મે સવારમાં તે રાજા પરિવાર સહિત અહદાસ શેઠને ઘેર આવ્યું ત્યારે શેઠે રત્નને થાળ ભર્યો છે ૧૧ છે. અને રાજા આગળ ભેટશું મુકીને હાથ જોડી ત શેઠ વિનતિ કરવા લાગ્યું કે, આજે મારું મોટું ભાગ્ય જાગ્યું છે. ૧૨ - જંગમ તીરથ માહરે, ઘર આવ્યા માહારાજ લાલરે; પ્રસન્ન થઈ પ્રભુ ભાંખીયે, મુજ સરિખું જે કાજ લાલરે. સા૧૩ અવનિપતિ કહે ધર્મની, કથા કહી તુમે રાત લાલરે; નિંદી નારી જેણીયે, દાખે તે મુજ જાતલાલરે. સાછે ૧૪ નિગ્રહ કરસું તેહને, સુણી શેઠ ઝાંખો થાય લાલરે; શું ભૂપ પિતે આવીયો, કે દુર્જને કહ્યું જાય લાલરે. સા. ૧૫ . આપ જંગમ તીર્થ સમાન મહારાજા સાહેબ આજે મારે ઘેર પધાર્યા છે, માટે મારા પર કૃપા કરી મારા સરખું જે કામ કાજ હોય તે ફરમાવશે ! ૧૩ છે ત્યારે રાજાએ કહ્યું કે, તમેએ રાત્રિએ ધર્મની જે કથા કહી, તે કથાની જે સ્ત્રીએ નિંદા કરી, તે સ્ત્રી અમોને બતાવે છે ૧૪ છે તેને અમારે નાશ કરે છે, તે વાત સાંભળી શેઠ તે ઝખવા પડી જઈ વિચારવા લાગ્યું કે, રાત્રિએ રાજા પોતે શું અહીં આવ્યું હશે? કે કેઈ દુષ્ટ માણસે આ વાત રાજાને કહી હશે? ૧૫ અસત્યે તૃપ દંડ-પામીયે, સાચે નારી નાસ લાલરે; એમ ત્યાં જન કહેવે સદુ, અહંદાસ રહે વિમાસ લાલરે. સા૧દા કુંદલતા નિસુણી એનું, આવી નૃપને પાસ લાલરે; દુષ્ટ નારી તે ૬ અછું, પણ સુણ અરદાસ લાલરે. સા૧૭ છે ધણી શકને આવીયે, પરિયાગત જિનધર્મ લાલરે; પિતર ન જેણે માહરા, શ્રીજિન શાસન મર્મ લાલરે. સામેં ૧૮ છે ત્યારે સઘળા લેકે તેને કહેવા લાગ્યા કે, જે જુઠું બેલીશ, તે રાજા દંડ કરશે, અને સાચું બોલીશ, તે સ્ત્રીને નાશ થશે તે સાંભળી શેઠ વિચારમાં પડી ગયા. ૧૬ તે વખતે કુંદલતા પિતે એકદમ રાજા પાસે આવી કહેવા લાગી કે, તે દુષ્ટ સ્ત્રી હું છું; પણ સાહેબ! મારી એક અરજ સાંભળશે કે ૧૭ છે મારા સ્વામીને અને શેકાને તેમના માબાપ તરફથીજ જૈન ધર્મ મળે છે, પણ મારા માબાપ કઈ જૈન ધર્મની વતા જાણતા નથી કે ૧૮ છે
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy