________________
ભાવાર્થ : નિમલ ચંદ્રકળાથી અધિક સેમ્યતા છે જેની એવા, અંધકાર રહિત સૂર્યના કિરણોથી પણ અધિક છે તેજ જેનું એવા, દેવતાના પતિ ઇંદ્ર કરતાં અધિક રૂપવાળા, પર્વતેમાં શ્રેષ્ઠ એવા મેરૂપર્વત કરતાં પણ અધિક વૈર્યવાળા, સત્યને વિષે સદા અછત, શારીરિક બળ વિષે અછત, તપ અને સંયમ વિષે અજીત એવા શ્રી અજીતનાથ જીનેશ્વરની હું સ્તુતિ કરું છું.
અસુર ગરૂલ પરિવંદિઅં કિન્નરોગ નમંસિઅં, દેવ કેડિસય સંયુ સમણ સંઘ પરિવંદિઅં–સુમુહં અભય અણુઉં, અરયં અરૂયં અજિયં અજિયં પયઓ પણમે
–વિજજીવિલસિ ભાવાર્થ : અસુર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ દેવતા વડે કરી સમસ્ત પ્રકારે વંદિત, કિન્નર અને ઉરગ આદિ વ્યંતર દેવતા વડે કરી નમરકાર કરાએલા, શ્રમણ સંધથી સર્વ પ્રકારે વંદના કરાએલા, ભય રહિત, પાપ રહિત, મેહરહિત અને રાગાદિ દેથી પરાભવ નહિ પામેલા એવા અજીતનાથ ભગવાનને હું આદરપણે પ્રણામ કરું છું.
અહંન્ત મજિત વિશ્વ-કમલાકર ભાસ્કરમ અમ્લાન કેવલાદર્શ સંક્રાન્ત જગતં તુવે
આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાન રૂપી દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય અજીતનાથ ભગવાનની હું રસ્તુતિ કરું છું.