________________
૩૯ બળભદ્રરામ તથા કૃષ્ણ વાસુદેવને જન્મ અને
બાળકીડા લલિતને જીવ મહાશક દેવલોકથી ચ્યવી વસુદેવની પત્ની રોહિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયો તે સમયે રોહિણીએ બળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નમુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ રામ પાડયું. પણ તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા. અનુક્રમે રામે સર્વ કળાઓ સંપાદન કરી. વસુદેવ અને દેવકીનાં લગ્ન
એક વખત વસુદેવ કંસના અતિઆગ્રહથી મથુરા આવે. વાતવાતમાં કંસે વસુદેવને કહ્યું, “મારા કાકા દેવકને દેવછી નામે સ્વરૂપવાન કન્યા છે તેને તું પરણ.” વસુદેવની સંમતિથી કંસને ત્યાં દેવકીને વિવાહ ઉત્સવ મંડાયે. આ અરસામાં કંસના નાના ભાઈ અતિમુક્ત મુનિ વહોરવા પધાર્યા. કંસની પત્ની છવયશાએ તે વખતે મદિરાપાન કર્યું હતું એટલે તેણે મુનિની અગ્ય મશ્કરી કરી. મુનિએ કહ્યું, “જેને નિમિત્ત આ ઉત્સવ મંડાયે છે તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને મારશે.” આ સાંભળી આશા રડવા લાગી. કંસે આવી તેને પૂછયું, “શા માટે રડે છે ?” જયશાએ મુનિએ ભાખેલી ભવિષ્ય વાણું કહી. કંસે વિચાર્યું, “હજી કંઈ બગડ્યું નથી. મારા મિત્ર વસુદેવને વિશ્વાસમાં લઉં અને વચન માગી લઉં” કંસ તુરત વસુદેવ પાસે ગયે અને તેને કહ્યું. “મારી એક માગણી સ્વીકાર વસુદેવે કહ્યું, “જે હોય તે કહે તારાથી મારે શું અધિક છે?” કંસે દેવકીના પ્રથમ સાત ગર્મની માગણી કરી. વસુદેવે તે સ્વીકારી આ પછી થોડા સમય બાદ અતિમુક્ત મુનિની ભવિષ્ય વાણી વસુદેવના