________________
૨૫૪
(૪) ચકવરી ચરિત્ર-દશમાથી બારમા સુધી
| શ્રી નમિનાથ ચરિત્ર ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાર કારણમ
વારિપ્લવા ઈવે નમઃ પાંતુ પાદનમાં શવ; નમરકાર કરતા ( એવા) પ્રાણીઓના મસ્તક ઉપર પડતા, જળના પ્રવાહની માફિક (આત્માને) નિર્મળ કરવાના કારણ રૂપ, શ્રી નમિ ભગવાનને ચરણના નખોના કિરણે તમારી રક્ષા કરે.
પૂર્વ ભવ પહેલે ભવ-સિદ્ધાર્થ રાજા બીજે ભવ–દેવ
જબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામના વિજયમાં કાશાંબી નામે નગરી હતી તે નગરીમાં ઈદની જેવા અખંડ શાસનવાળો, અને સર્વ અર્થને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતો. તેનામાં ગાંભીર્ય, શૌર્ય, ઔદાર્ય, વીર્ય અને બુદ્ધિ વગેરે અભૂત ગુણ હતા. તે રાજાની સંપત્તિ માર્ગવૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. તેના અત્યંત નિર્મળ મનમાં એક ઘર્મજ નિવાસ કરી રહ્યો હતો.
અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભયથી વિરક્ત થઈ, તૃણની જેમ સર્વ લક્ષ્મીને છોડી દઈ, સુદર્શન મુનિ પાસે દીક્ષા લીધી તે રાજર્ષિ વિરારથાન કેમાંના કેટલાક સ્થાનકે ના આરાધન વડે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરી, સમ્યફ પ્રકારે વ્રત પાળી, કાળ ધર્મ પામી, અપરાજિત વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવ–શ્રી નમિનાથ ભગવાન
ચ્યવન
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલા નામે નગરી હતી.ત્યાં વિજ્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને વપ્રા નામે રાણી હતી