________________
પ્રસ્તાવના
આ પુસ્તકમાં આદિનાથથી પાર્શ્વનાથ સુધીના ત્રેવીસ તીર્થંકર ભગવાન અને તેમનાં શાસનમાં થયેલા ચક્રવતી, વાસુદેવ, મુળદેવ અને પ્રતિવાસુદેવના ચરિત્ર આપવામાં આવ્યા છે. આ મહામાનવે મેાક્ષપદ પામ્યા છે અથવા પામવાના છે, ત્રેવીસ તીર્થંકરા તે તેજ ભવે માળે ગયા છે. ખાર ચક્રવતી એમાંથી આઠ તે તેજ ભવે મેાક્ષ પદ પામ્યાં છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ હવે પછી માણે જશે. બળદેવામાંથી કેટલાક માક્ષે ગયા છે, અને ખાકીના હવે પછી માક્ષ પદ્મ પામશે.
માક્ષગામી જીવા પણ સુખદુઃખથી પર ન હતા પશુ તેમના દુઃખા માટે તેમણે ખીન્તને દોષ દીધા નથી. તેઓએ દુઃખને દૂર કર્યું" નથી પણ દુઃખને સુખમાં ફેરવી નાખવાની કળા તે જાણુતા હતા. અર્થાત્ તેઓએ મનને એવી રીતે ઘડયું હતું કે દુઃખ અને સુખ ખન્નેમાં તેએાના મનની સમતા ટકી રહે.
પુસ્તકમાં જૈનશાસ્ત્રોના આધારે માહિતી આપવામાં આવી છે છતાં અનુપાગે જીન આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણું લખાયું હોય તે તેની માફી માગુ છું અને તે સુધારવા આચાય ભગવન્તા અને જૈન ગીતાર્થીને વિનંતી કરુ છું.
સાધારણ ભણેલેા માણુસ પણ પુસ્તકને લાભ લઈ શકે એ હેતુથી ભાષા સાદી વાપરવાને પ્રયત્ન કરવામાં આવ્યેા છે. પુસ્તકનુ કદ માટું ન થઈ જાય માટે મહાવીર સ્વામીનું ચરિત્ર જીદુ` છપાવવામાં આવ્યું છે.
મેક્ષ પદ પામેલા અથવા પામવાવાળા મહામાનવાના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા મેળવી સૌ સુખી થાઓ, પારકાનું હિત કરવાની ભાવનાવાળા અને અને રાગ દ્વેષથી વિમુક્ત થઈ મુક્તિ સુખ મેળવે એજ અભિલાષા.
શ્રાવણ સુદ આઠમ, વીર નિર્વાણ પચીસમી શતાબ્દિ વર્ષ
૧૪-૮-૭૫
-ચીમનલાલ ભા, શેઠ