________________
૧૬૧
કરવા આ પારેવાના રૂપમાં આવ્યા હતા. મારા અપરાધ ક્ષમા કરો. મેં ઈન્દ્રની પ્રશંસા કરતાં પણ આપનામાં અધિક સત્વ નિહાળ્યું”. આ પ્રમાણે કહી દેવ સ્વસ્થાને ગયા. બીજે દિવસે રાજાએ પાષધ પાળ્યા.
મેધરથ રાજાને પારેવાના દૃષ્ટાંતથી વૈરાગ્ય ઉત્પન્ન થયા. પેાતાના પુત્ર મેધસેનને રાજય આપી વ્રત અંગીકાર કર્યું. અગીયારમા ભવ-દેવ
મેધરથ રાષિએ વીશસ્થાનક તપની આરાધના કરીતી કર નામ ક્રમ. ઉપાર્જન કર્યું. અ ંતે મેધરથ અને દૃઢરથ મુનિ શુદ્ધ ચારિત્ર પાળી, સર્વાર્થ સિદ્ધ્નામના અનુત્તર વિમાનમાં દેવ પણે
ઉત્પન્ન થયા.
બારમા ભવ-શ્રી શાન્તિનાથ ભગવાન અને શાન્તિનાથ ચક્રવતી
ચ્યવન
આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં વિશ્વસેન નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને અચિરા નામની પતિપરાયણ રૂપ ગુણ સંપન્ન રાણી હતી. મેધરથ રાજાના જીવ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, મહાવદ સાતમને દિવસે, ભરણી નક્ષત્રમાં, અચિરા રાણીની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા. સુખે સુતેલાં અચિરા માતાએ તીર્થં કર અને ચક્રવતી બન્ને પદને ધારણ કરનાર પુત્રને જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. રાણીએ શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. વાએ. ચ્યવન કલ્યાણકના મહાત્સવ કર્યાં.
જન્મ
નવ માસ અને સોડા સાત દિવસ પૂર્ણ થયા બાદ, જેઠ વદ તેરસને દિવસે, ભરણી નક્ષત્રમાં ચંદ્રના યાગ હતા ત્યારે, અચિરા