________________
૧૫૫ વિમાનના સવામી મણિલ અને દિવ્યગુલ નામે દેવતા થઈ સુખે રહેવા લાગ્યા.
- છઠ્ઠો ભવ-અપરાજિત બળદેવ અપરાજિત બળદેવનો જન્મ
જંબુદ્વીપના રમણીય વિજ્યમાં શુભ નામની નગરીને વિષે મિત સાગર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વસુંધરા અને અનુદ્દરા નામે બે રાણીઓ હતી. અમિતતેજને જીવ દેવલેથી ચ્યવી વસુંધરા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે સમયે સુખે સૂતેલા વસુંધરા માતાએ બળભદ્રના જન્મને સૂચવનારા ચાર મહારવને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે વસુંધરા રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ અપરાજિત પાડયું. વાસુદેવને રાજ્યાભિષેક | વિજયને જીવ દેવલોકનાં સુખ ભેગવી અનુરાની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. અનુદ્ધરા રાણીએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે રાણીએ પુત્રને જન્મ આપ્યો. મિત સાગર રાજાએ તેનું નામ અનન્તવીર્ય પાયું. બન્ને પુત્ર મોટા થયા એટલે રાજાએ અનંત વીર્યને ગાદીએ બેસાડી દીક્ષા લીધી. નારદમુનિએ દમિતારિને ઉશ્કેર્યો
એક વખત અનંતવીર્ય વાસુદેવ અને અપરાજિત બળદેવ પિતાની બર્બરી અને કિરાતી નામે દાસીઓનું ઘણું સારૂં નાટક જેવામાં લીન થયા હતા ત્યારે કલહ જોવામાં કુતુહલવાળા ત્રિદંડી નારદઋષિ સભામાં આવ્યા. નાટક જોવામાં લીન હેવાથી તે બને ભાઈઓને નારદના આગમનની ખબર પડી નહિ. આથી નારદઋષિ કોપાયમાન થઈ તેમને કષ્ટ પમાડવાના ઇરાદાથી વિતાઢય પર્વતના