________________
-
૧૪૮
લંચ-જિઘુત્તમ–મુત્તમ-નિત્તમ-સત્તધર, અજજવ–મદ્દવ-ખંતિ-વિમુત્તિસમાહિનિહિ; સંતિક પણમામિ દમુત્તમતિયરે
સંતિમુણી મમ સંતિ સમાહિત દસઉ. ભાવાર્થ-તે જિનને વિષે ઉત્તમ તથા પ્રધાન, અજ્ઞાનરહિત અને ભાવયશને ધરનારને, નિર્માયિકપણું, નિરંહકારતા, ક્ષમા. નિર્લોભતા અને સમાધિના સાગરને, શાંતિના કરનારને તથા ઈન્દ્રિયને દવા વડે કરી ઉત્તમ તથા તીર્થના કરનારને હું પ્રણામ કરું છું. શ્રી શાંતિનાથ મુનિ મને શાંતિ અને ઉત્તમ સમાધિ રૂપ વરદાન આપે.
તં સંતિ સંતિકર, સંતિર્ણ સાવ ભયા
સંતિ થણામિ જિર્ણ, સંતિ વિહેઉમે ભાવાર્થ– જે થકી સર્વ ભયે નાશ પામ્યા છે. તે શાંતિરૂપ અને શાંતિના કરનાર શાંતિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું. તે મને શાંતિ કરે.
તિત્યવરપવત્તયં તમય રહિયં, ધીરજણ થઅગ્નિ ચૂઅકલિ કલુસં; સંતિસુહ પવત્તયં તિગરણ પયા , સંતિમહં મહામુણું સરણમુવણમે
ભાવાર્થ– ઉત્તમ જે તીર્થ તેના પ્રવર્તાવનાર, અજ્ઞાન અને કર્મ થકી રહિત, ધીર પુરૂષો વડે સ્તુતિ કરાયેલ તથા પુષ્પાદકે પૂજા કરાયેલ, છોડયું છે કલહનું પાપ જેણે એવા, મોક્ષ સુખના કરનાર મહામુનિ શ્રી શાંતિનાથને શરણે હું, ત્રિકરણ શુધે, જાઉં છું.