________________
આપેલો, જે હાર આજસુધી તમારા પૂર્વજોથી દેવતાની માફક પૂજાયો છે, નવ માણિક્યથી બનેલો જે હાર અન્યોથી પહેરી નથી શકાયો અને જે હાર હજાર યક્ષોથી નિધાનની માફક રક્ષાય છે, તે આ હાર કરંડિયામાંથી ખેંચી કાઢીને આ તમારા બાળકે પોતાના કંઠમાં નાખ્યો.” હારમાં રહેલાં નવ માણિક્યોમાં તે બાળકનું મુખ પ્રતિબિબિંત થવાથી, તે જ વખતે રાજા ‘રત્નશ્રવા'એ તે બાળકનું નામ ‘દશમુખ’ પાડ્યું અને કહ્યું કે “મેરૂ પર્વત ઉપર ચૈત્યવંદન કરવા માટે ગયેલા પિતાશ્રી ‘સુમાલિ’એ કોઈ ઋષિને પૂછ્યું હતું, ત્યારે ‘મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ' આ ચાર જ્ઞાનને ધરતા તે મહર્ષિએ ફરમાવ્યું હતું કે ‘તમારા પૂર્વજોના નવ માણિક્યના હારને જે વહન કરશે, તે અર્ધચક્રી થશે.' તે પછી શ્રીમતી કૈકસી રાણીએ સૂર્યના સ્વપ્નથી સૂચિત થયેલા ‘ભાનુકર્ણ’ નામના, કે જેનું બીજું નામ ‘કુંભકર્ણ’ છે બીજા પુત્રને જન્મ આપ્યો. તે પછી તે રાણીએ ચંદ્રના સમાન નખવાળી હોવાથી ‘ચંદ્રણખા’ નામની અને લોકમાં ‘શૂપર્ણખા’ નામથી પ્રસિદ્ધિ પામેલી પુત્રીને જન્મ આપ્યો. ત્યારપછી કેટલોક કાળ વીત્યા બાદ ચંદ્રના સ્વપ્નથી સૂચિત થયેલા ‘બિભીષણ’ નામના પુત્રને શ્રીમતી કૈકસી રાણીએ જન્મ આપ્યો. સોળ ધનુષ્યથી કંઈક અધિક ઊંચી કાયાવાળા એ ત્રણે સહોદર બંધુઓ દિવસે દિવસે પ્રથમ વયને યોગ્ય ક્રીડાએ કરી ભયરહિતપણે સુખપૂર્વક રમવા લાગ્યા.
માતાની ઉશ્કેરણી
શ્રી રાવણની ઉત્પત્તિ થઈ ચૂકી છે. શ્રી રાવણ, કુંભકર્ણ, બિભીષણ તથા ચંદ્રણખા, એ ચારે જણ રાજકુળમાં ઉછરે છે. નિયાણું કરીને આવેલો આત્મા નિયમા નરકે જવાનો છે, એટલે એ આત્માને સંયોગો પણ એવા જ મળે છે. હવે પોતાના ભાઈઓ સાથે ઊભેલા શ્રી રાવણે, આકાશમાં વિમાન ઉપર આરૂઢ થઈને આવતા
૪૫
રાક્ષશવંશ અને વાનરવંશ
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇઅ ?...૩