________________
શું? ઈંદ્ર રાજાની સેવાથી પોતાની સેનાને ભાગતી જોઈ. જેમ હાથીનાં ટોળાંની સાથે વનનો હાથી દોડે, તેમ સુમાલિ' આદિ વીરોથી વીંટાયેલ ‘માલી' રાજા ઉત્સાહપૂર્વક દોડ્યો અને પરાક્રમરૂપ ધનના સ્વામી શ્રી માલી રાજાએ, કરાઓ વડે જેમ મેઘ ઉપદ્રવ કરે, તેમ ગદા, મુદ્ગર અને બાણોથી ‘શ્રી ઇંદ્ર રાજાની સેનાને ઉપદ્રવ કર્યો. આથી પોતાને સેનાને ઉપદ્રવિત થતી જોઈને, શ્રી ઇંદ્ર રાજા રાવણ હસ્તી ઉપર આરૂઢ થઈને એકદમ લોકપાલો, સેના અને સેનાપતિઓની સાથે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યો અને ‘શ્રી ઇંદ્ર રાજાએ ખુદ શ્રીમાલિ રાજા સાથે તથા લોકપાલ વિગેરે સુભટોએ સુમાલિ વિગેરે સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. તેઓનું પ્રાણના સંશયને કરનારું યુદ્ધ ચિરકાળ સુધી ચાલ્યું.
ખરેખર, ઘણું કરીને જયની અભિલાષાવાળા વીરોને પ્રાણો તરણા સમાન હોય છે. પરિણામે નિર્દભપણે યુદ્ધ કરતાં શ્રી ઇંદ્રરાજાએ, મેઘ જેમ વીજળી વડે ઘોને મારે, તેમ જ વડે વીર્યશાળી માલી રાજાને મારી નાખ્યો. માલી રાજાના નાશથી રાક્ષસો અને વાનરો ત્રાસ પામી ગયા અને સુમાલિના આગેવાનીપણા નીચે તે સઘળા પાતાળમાં રહેલી લંકાનગરીમાં ચાલ્યા ગયા. શ્રી ઇંદ્રરાજાએ પણ કોશિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને ‘વિશ્રવા ના પુત્ર વૈશ્રમણને લંકાનગરીનું રાજ્ય આપ્યું. અને પોતે પોતાના નગર પ્રત્યે ચાલ્યો ગયો. ‘પાતાલલંકા' નામની પુરીમાં રહેતા શ્રી સુમાલિને પોતાની પ્રીતિમતી' નામની સ્ત્રીથી ‘રત્વશ્રવા' નામનો પુત્ર થયો. યૌવનાવસ્થાને પામેલો તે એક વખત વિઘાની સાધના કરવા માટે કુસુમ' નામના સુંદર ઉદ્યાનમાં ગયો. તે ઉદ્યાનમાં એક સ્થાનમાં એકાંત જગ્યાએ, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિને સ્થાપન કરી, અક્ષમાલાને ધારણ કરી, જાપ કરતો તે ચિત્રામણમાં આલેખેલા મનુષ્યની માફક સ્થિર થયો છે. આ રીતે
'ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?...૩
૪૧ રાક્ષશવંશ
અને વાનરવંશ