________________
આગ્રહપૂર્વક પૂછાયેલી શ્રી ચિત્રસુંદરીએ, લજ્જાથી નમ્ર મુખવાળી થઈને ઘણી જ મુસીબતથી પોતાના તે દોહદને પતિ સમક્ષ પ્રકટ કર્યો. નરેંદ્ર સહસ્ત્રારે વિઘાથી ઇંદ્રનું રૂપ બનાવીને તેણી વડે ઈંદ્ર તરીકે જણાયેલા તેણે તે દોહદની પૂર્તિ કરી. રાણી ચિત્રસુંદરીએ પણ સમયે સંપૂર્ણ પરાક્રમી પુત્રને જન્મ આપ્યો અને ઇંદ્ર સાથે સંભોગ કરવાના દોહદથી ઇંદ્ર એવું નામ તે પુત્રનું પાડવામાં આવ્યું. યૌવનને પામેલા અને વિઘા તથા ભુજાના પરાક્રમી એવા પોતાના ઇંદ્ર નામના પુત્રને ‘શ્રી સહસ્ત્રાર’ નરેંદ્ર રાજ્ય આપ્યું અને પોતે ધર્મરક્ત થયા.
હવે રાજ્ય ઉપર આરૂઢ થયેલા ઇંદ્ર રાજાએ સઘળા વિદ્યાધર નરેશ્વરોને સાધ્યા અને ‘ઇંદ્ર દોહદ’ પૂર્વક જન્મેલ હોવાથી પોતે પોતાને ઇંદ્ર માનનાર થયા. આથી તેણે ‘ચાર દિકપાલો, સાત સેવાઓ તથા સાત સેનાપતિઓ, ત્રણ પ્રકારની પર્ષદાઓ, ‘વજે નામનું અસ્ત્ર, ઐરાવણ હસ્તી, રંભાદિક વારાંગનાઓ, ‘બૃહસ્પતિ' નામનો મંત્રી અને તેગમેલી' નામનો પાયદળ સેનાનો નાયક આ પ્રકારે સઘળું કર્યું અને આ પ્રમાણે હું ઇંદ્ર પરિવારના નામને ધરનાર વિદ્યાધરોથી હું ઇંદ્ર જ છું આ પ્રમાણેની બુદ્ધિથી તે અખંડ રાજ્યને ભોગવવા લાગ્યો. ચાર દિપાલો કોણ-કોણ થયા, તેનું વર્ણન કરતાં જણાવે છે કે પૂર્વ દિશામાં મકરધ્વજ ની “આદિત્યકીતિ' નામની સ્ત્રીની કુક્ષિથી પેદા :. થયેલો અને જ્યોતિ પુર' નગરનો સ્વામી શ્રી સોમ' નામનો દિક્ષાલ થયો વરુણા અને મેઘરથનો પુત્ર અને મેઘપુરનો સ્વામી શ્રી વરુણ પશ્ચિમદિશાનો દિપાલ થયો ‘સૂર’ અને ‘કનકાવલી નો પુત્ર અને કાંચનપુરનો સ્વામી અને 'કુબેર' નામથી પ્રસિદ્ધિને પામેલો ઉત્તર દિશાનો દિપાલ થયો અને કાલાગ્નિ’ અને ‘શ્રીપ્રભા'ના પુત્ર, ‘કિષ્કિન્ધ નગરના અધિપતિ અને નામથી ‘યમ' દક્ષિણ દિશામાં લોકપાલ થયો. ગંધહસ્તી જેમ અન્ય હસ્તીને સહન નથી કરી શકતો, તેમ હું ઇંદ્ર છું એ પ્રમાણે માનતા વિદ્યાધરોમાં ઈંદ્ર સમાં તે ઇંદ્ર રાજાને
'ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઈએ ?....૩
૩૯ રાક્ષશવંશ
અને વાનરવંશ