________________
રામાયણ એટલે દીક્ષા ની ખાણ
પદ્માહરણ અગિયારમાં તીર્થપતિ શ્રી શ્રેયાંસનાથ સ્વામિના તીર્થમાં ‘કીતિધવલ' નામના રાક્ષસપતિ રાજા થયા તે વખતે વૈતાઢય પર્વત ઉપર મેઘપુર નામના નગરમાં અતીન્દ્ર નામના પ્રસિદ્ધ વિદ્યાધર રાજા હતા. તે રાજાને શ્રીમતી કાંતા નામની રાણીથી “શ્રીકંઠ' નામનો પુત્ર અને રૂપથી દેવીના જેવી દેવી' નામની દીકરી થઈ. રત્નપુર નગરના સ્વામી પુષ્પોત્તર નામના વિદ્યાધરેજે પોતાના પુત્ર પોત્તર માટે એ સુંદર લોચનવાળી શ્રીદેવીની માંગણી કરી, પણ તે અતીત્વે ગુણવાન્ એવા પણ પમોત્તરને પોતાની પુત્રી ન આપી, અને ભાગ્યના યોગથી પોતાની પુત્રી શ્રી કીર્તિધવલ રાજાને આપી. લોકોક્તિ એવી છે કે જર, જમીન ને જોરુ, એ ત્રણ કજિયાનાં છોરું, એના સંસર્ગમાં રહીને શાંતિની વાત કરવી, એ વાહિયાત વાત છે. આજે શાંતિની વાતો કરનારા, આ ત્રણ હેય છે એમ સમજે, તો તેઓ સહેલાઈથી પ્રભુના માર્ગને સમજી શકે. પુષ્પોત્તર રાજાને એમ થયું કે માંગણી કરવા છતાં મારા પુત્રને કન્યા ન આપી અને વગર માગ્યે કીર્તિધવલને આપી ! આથી તે પોતાનું અપમાન માનવા લાગ્યો અને તેથી જ તેને કીતિધવલ રાજા પરણી ગયા. એમ જાણી તે અતીન્દ્ર તથા તેના પુત્ર શ્રીકંઠ સાથે વેર ધરવા છે લાગ્યો.
'રામાયણ એટલે દીક્ષાની ખાણ....૨
રાક્ષશવંશ અને વાનરવંશ