________________
જૈન રામાયણ, 5
રજોહરણની ખાણ
'શક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
શ્રી જૈનશાસનની પરંપરા અને તેની વિશિષ્ટતા શ્રી રામચન્દ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી રાવણના ચરિત્રને વર્ણન કરનારા આ સાતમાં પર્વના પ્રથમ સર્ગમાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, ‘રાક્ષસવંશ' અને ‘વાનરવંશ' ની ઉત્પત્તિ તથા શ્રી રાવણના જન્મનું વર્ણન કર્યું છે. શ્રી રાવણનો જન્મ રાક્ષસવંશમાં થયેલ છે. એ કારણથી પ્રથમ ‘રાક્ષસવંશમાં ઉત્પન્ન થયેલા પુણ્યશાળી રાજા-મહારાજાઓનું વર્ણન કરતાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
મરડા રસોઢી, વાયા ઘનctહેન आसीढ़क्षोवंशकंदो, विहरत्यजितेऽर्हति ॥१॥ स महारक्षसे राज्यं, सुधीर्दत्त्वा स्वसनवे । अजितस्वामिपदान्ते परव्रज्य ययौ शिवम् ॥२॥ महारक्षाः अपिचिरं, राज्यं भुक्त्वा स्वदनंदने । देवरक्षसि संस्थाप्य, प्रव्रज्य च शिवं ययौ ॥३॥ रक्षोढीपधिपेष्वेव-मसंख्येषु गतेषु तु । श्रेयांसतीर्थेऽभत्कीर्ति-धवलो राक्षसेश्वरः ॥४॥
જે સમયે આ અવસર્પિણી કાળના બીજા તીર્થપતિ શ્રી અજિતનાથ સ્વામી વિચરતા હતા, તે સમયે આ જંબૂઢીપના ભરત' નામના ક્ષેત્રમાં આવેલા રાક્ષસદ્વીપમાં અને તે દ્વીપમાં પણ આવેલી લંકા' નામની નગરીમાં રાક્ષસવંશ' ની વૃદ્ધિ માટે કંદસમા શ્રી ઘનવાહન' નામના રાજા હતા. સુંદર બુદ્ધિવાળા તે મહારાજા પોતાના મહારાક્ષસ' નામના પુત્રને રાજ્ય આપીને શ્રી અજિતનાથ સ્વામીજી પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરીને સિદ્ધિપદે પધાર્યા. શ્રી મહારાક્ષસ મહારાજા પણ ચિરકાળ સુધી રાજ્યને ભોગવીને અને તે પછી રાજ્ય પોતાના પુત્ર શ્રી દેવરાક્ષસ ઉપર સારી 'રીતે સ્થાપીને, એટલે કે પોતાના પુત્રને સોંપીને પ્રવ્રજ્યા ધક્ષાને સ્વીકાર કરીને સિદ્ધિપદે પધાર્યા.
આ પ્રમાણે “રાક્ષસદ્વીપના અસંખ્યાતા અધિપતિઓ થઈ ગયા પછી, આ જ