________________
જૈન રામાયણઃ ૪
રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આથી
સ્પષ્ટ છે કે “શ્રી ત્રિષષ્ટિ - શલાકા - પુરુષ-ચરિત્ર' નામના આ સાતમા પર્વમાં સાડા ત્રણ ક્રોડ ગ્રંથરત્નોના રચયિતા, પરમોપકારી, કલિકાલસર્વજ્ઞ, ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બળદેવ શ્રી રામચંદ્રજી, વિષ્ણુ યાને વાસુદેવ શ્રી લક્ષ્મણજી તથા પ્રતિવાસુદેવ શ્રી રાવણનું વર્ણન કર્યું છે. અંજન જેવી શ્યામકાંતિવાળા અને શ્રી હરિવંશમાં ચંદ્રમા સમાન વીસમાં તીર્થપતિ ભગવાન્ શ્રી મુનિસુવ્રતસ્વામીજીના તીર્થમાં આ ત્રણેય મહાપુરુષો થયા છે. આ ત્રણેય મહાપુરુષો ત્રિષષ્ટિ - શલાકા પુરુષો પૈકીના છે નિયમો મુક્તિગામી આત્માઓ છે. મુક્તિગામી આત્માઓએ પણ કરેલી અયોગ્ય કરણીઓનાં, આ શાસ્ત્રકારોએ વખાણ કર્યા નથી. મોક્ષગામી આત્માઓએ પણ, જે જે ભવમાં જે જે અયોગ્ય કાર્યવાહીઓ કરી, તેનો નતીજો દેખાડવામાં શાસ્ત્રકારો ચૂક્યા નથી. શ્રી વાસુદેવો અને પ્રતિવાસુદેવો નિયાણું કરીને થાય છે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી રત્નત્રયીને પૂર્વભવમાં આરાધે છે તીવ્ર તપશ્ચર્યા તપે છે ઘોર ઉપસર્ગો પણ સહે છે છતાં આખરે એ સંયમ આદિના ફળ તરીકે પૌદ્ગલિક સુખની માંગણી કરે છે. ધર્માનુષ્ઠાનના ફળ તરીકે પૌદ્ગલિક સુખની માંગણી - ઇચ્છા, એ ખરેખર અયોગ્ય ઇચ્છા છે એનું પરિણામ સારું નથી હોતું. મુક્તિ ન મળે ત્યાં સુધી ધર્મરસિક આત્માઓને સ્વર્ગાદિ સુખ, ઋદ્ધિ-સિદ્ધિ વિગેરે મળે તેમાં વાંધો નથી,
પણ મુદ્દો એ છે કે મળે તો ભલે મળે, પણ ધર્મી આત્માની તેવી માંગણી T ન હોવી જોઈએ. બ્રહ્મચર્યના પ્રભાવે પણ સ્વર્ગ મળે છે, એની ના નથી
છતાં દેવલોકની દેવાંગનાઓના મોહથી બ્રહ્મચર્ય સેવવામાં આવે દુશ્મનોનો સંહાર થાય તેવું બળ મેળવવા માટે બ્રહ્મચર્ય સ્વીકારવામાં આવે તો ? એ સાધક કે બાધક ? સંયમ હારી જવાનાં અદ્વિતીય