________________
b-lelo lāb2b pe làpmટે
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૩૨૨
માટે બોલાવ્યા. આથી સઘળાય વિદ્યાધરેશ્વરો શ્રી રાવણના સૈન્યને વૈતાઢ્ય પર્વતના મધ્યમભાગ જેવું બનાવતા શ્રી રાવણની સેવામાં
જ્વા લાગ્યા.
વિચારો, ભાગ્યશાળીઓ ! આ સંસારમાં સુખી ગણાતા આત્માઓની પણ કેવી દુર્દશા હોય છે ? કારણકે રાજયઋદ્ધિ અને તેના યોગે પ્રાપ્ત થયેલ ભોગસુખ ત્યજીને, આ બધાય વિદ્યાધરેશ્વરો રાવણના બોલાવ્યાથી ક્યાં પ્રયાણ કરી રહ્યા છે ? ત્યાં જ, કે જયાં જીવન-મરણનો સટ્ટો ચાલે છે! ખરેખર, યુદ્ધભૂમિ જીવન મરણનો સટ્ટો જ છે ! યુદ્ધભૂમિમાં ગયેલો જીવતા આવે તો ભાગ્ય, નહિ તો મરણ તો નક્કી જ છે ! આથી જ કહેવાય છે કે ‘રાજાનું સુખ કેવું છે એ રાજા જાણે ! શેઠ કેટલો સુખી છે તે શેઠ જાણે ! અને નોકરીમાં કેવી મજા છે તે નોકર જાણે !' આ બધા વિદ્યાધરોના ઇશ્વરોને પણ રાવણ બોલાવે ત્યારે તરત વું પડે છે !
ખરેખર, સંસારસુખવી જે દુ:ખમયતા જ્ઞાનીઓ ફરમાવે છે, તે શુદ્ધ વિચારકો પણ સારામાં સારી રીતે વિચારી શકે તેમ છે અને શુદ્ધ વિચારપણાના યોગે તે દુ:ખમયતાને વિચારી શકનારા તો ધર્મપ્રાપ્તિ સિવાયને સંસાર કોઈપણ પ્રકારે સારરૂપ માનીય શકતા નથી, તેમ કહી પણ શકતા નથી પણ આજ્ના વિચારકોની દશા તો કોઈ જુદી જ છે, કારણ કે તેઓની વિચારકતા, વિષયોની વાસનાથી વાસિત છે અને કષાયોની કાલિમાથી કલુષિત છે આથી જ એવા વિચારકોની વિચારકતાનો છાંયો પણ લેવો, એ કલ્યાણના અર્થી આત્માઓ માટે કોઈ પણ રીતે ઉચિત નથી કારણકે આજે પોતાની જાતને વિચારક મનાવનારાઓ, અનંતજ્ઞાનીઓની આજ્ઞારૂપ શાસ્ત્રોથી પરાડમુખ અને શિષ્ટપુરુષોના વિરોધી હોવાથી ભયંકર ચેપી રોગ જેવા છે. એવા ચેપી રોગોથી વિશ્વને બચાવનારાઓ જવિશ્વના સાચા ઉપકારીઓ છે.
સાચી ક્ષત્રિયવટના ઉદ્ગારો
શ્રી રાવણે યુદ્ધમાં આવવા માટે સઘળા જ વિદ્યાધરેશ્વરોને આહ્વન કરેલ હોવાથી, ત્યાં જવાને જ્યાં ‘શ્રી પવનંજય' અને