________________
આત્માનંદીનું કામ છે ? આવા પ્રસંગોના પરિચયથી પ્રભુશાસનના રસિકોએ તો, કર્માધીન વસ્તુમાં નહિ મુંઝાતા આત્મગુણોની પ્રાપ્તિમાં જ રાચવું જોઈએ અને આખુંયે જીવન શ્રી ક્લેિશ્વરદેવોની આજ્ઞા મુજબ આત્મગુણોની આરાધનામાં જ ઓતપ્રોત કરી દેવું જોઈએ.
આનંદોત્સવ અશુભોદયના પ્રતાપે શ્રીમતી અંજનાસુંદરી માટે એક સમય એવો પણ હતો કે પવનંજય જેવો પ્રેમી પતિ પણ તેનો નિષ્કારણ વૈરી બન્યો હતો અને તે એટલે સુધી કે તે તેના પાણિગ્રહણ માટે પણ નારાજ બની ગયો હતો. જો તે સમયે પ્રહસિત જેવો વિચક્ષણ મિત્ર ન મળ્યો હોત, તો પવનંજયે તેને પોતાની પત્ની કોઈપણ રીતે ન જ બનાવી હોત ! અરે, પાણિગ્રહણ કરીને તેને પોતાની પત્ની બનાવ્યા પછી પણ તેણે બાવીસ-બાવીસ વરસ સુધી પોતાની તે પત્ની તરફ સીધો દષ્ટિપાત સરખો પણ નથી કર્યો અને તે સમયે તે સુખી છે કે દુ:ખી, એની પણ કોઈ સંબંધીએ ખબર નથી લીધી એટલું જ નહિ પણ વગર તપાસે તેની સાસુએ તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી અને સાસુ દ્વારા કારમી રીતે કાઢી મૂકાયેલી તેને પોતાના પિતાએ, ભ્રાતાએ કે માતાએ કોઈએ પણ ! | સંઘરી નહિ, એટલું જ નહિ પણ પિતા રાજાએ તો પોતાની રાજધાનીના કોઈ શહેરમાં કે ગામમાં પણ તેને સ્થાન ન મળી શકે તેવી વ્યવસ્થા કરી. આથી તેને તદ્દન નિરાધારપણે માત્ર પોતાની એક જ સખી સાથે ભયંકર અટવીમાં ઘણી જ દુ:ખદ રીતે ભટકવું પડ્યું.
પણ શુભોદયના પ્રતાપે આજે એવો પણ સમય છે કે તેના માટે મરવા તૈયાર થયેલો તેનો પતિ તેના દર્શન માત્રથી આનંદમગ્ન બની ગયો છે, તેનો શ્વસુર પણ તેના આગમનથી અપૂર્વ આનંદ અનુભવી રહ્યો છે અને તેના આગમનના આનંદથી
विद्यासामर्थ्यतस्तत्र, सर्वविद्याधेश्वराः । મહત્તમુસવં ઘg, રાનંદ્રાસ્થિનિશાન્ ??
ત્યાં સઘળાં વિદ્યાધરેશ્વરોએ વિઘાના સામર્થ્યથી આનંદરૂપ સાગરને ઉલ્લસિત કરવા માટે ચંદ્રમા સમા મોટા ઉત્સવને ર્યો.” ૩૧૯ રાક્ષશવંશ પર
અને વાનરવંશ
'શ્રી હનુમાનનું અવતરણ...૮