________________
જૈન રામાયણઃ ૩૧૦
રજોહરણની ખાણ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આ પ્રશ્નના ઉત્તરમાં રોતી આંખે ‘શ્રી પ્રદ્ધાદ રાજા, પોતાના પુત્રને કહે છે કે "प्रह्लादोऽप्यब्रवीत्साश्रु-रेष पापोऽस्मि ते पिता । निर्दोषाया यः स्नुषाया, निर्वासनमुपैक्षत ॥११॥" "अविमृश्य कृतं ताव-त्वन्मात्रैवैकमाहितः ।" द्वितीयं मा कृथास्त्वं तु, स्थिरीभव सुधीरसि ११२॥" “સ્નાન્વેષળહેતોષ્યા-ષ્ટિ સન્તિ સહરશ ? विद्याधरा मया वत्सा-गमयस्व तढागमम् ११३"
“હે પુત્ર ! આ હું તારો તે પાપી પિતા છું. કે જે નિર્દોષ એવી પોતાની પુત્રવધૂને કાઢી મૂકવાની ક્રિયામાં ઉપેક્ષા કરી છે.”
વળી
“હે પુત્ર ! શરૂઆતમાં તારી માતાએ તો એક કામ વગર વિચાર્યું કર્યું છે, પણ બીજું વગર વિચાર્યું કામ તું ન કર, કારણકે તે સારી બુદ્ધિવાળો છે માટે સ્થિર થા !”
હે વત્સ ! મેં મારી પુત્રવધૂની શોધ માટે હજારો વિદ્યાધરોને આજ્ઞા કરી છે, માટે શોધમાં ગયેલા તે વિદ્યાધરોની તું રાહ જો.”
આ રીતે આશ્વાસન આપી આપીને શ્રી પ્રદ્ધાદ રાજા બળી મરવા તૈયાર થઈ રહેલા પોતાના પુત્ર પવનંજય' ને રોકી રહી છે, જયારે બીજી તરફવિદ્યાધરો શ્રીમતી અંક્લાસુંદરીની શોધ ચલાવી રહ્યા છે.
કેટલાક શોધનારા હતુપુરમાં હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે ‘શ્રી પ્રદ્ઘાદ રાજાએ પોતાના પુત્ર અને પુત્રવધૂની શોધ માટે મોકલેલા વિદ્યાધરો પૈકીના કોઈપણ વિદ્યાધરો જયાં શ્રીમતી અંજનાસુંદરી પોતાના પુત્રરત્ન સાથે દુ:ખપૂર્વક કાળ ગુજારી રહી છે, ત્યાં પહોચ્યા યા નહિ ?' આપણા આ પ્રશ્નનું સમાધાન મળે તેવું જણાવતા કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે