________________
.
જૈન રામાયણ ૨૯૨
રજોહરણની ખાણ ૨૯૨
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
બાકી એ વાત તો સાચી જ છે કે આવા સમયે મુનિવરનું દર્શન થવુ અને દર્શન થતાની સાથે જ વંદન આદિ કરવાની ભાવના થવી, એ ઘણો જ શુભાય હોય ત્યારે જ બને છે. એથી જ કહયું કે શ્રીમતી અંક્લાસુંદરીનો અશુભોદય મટી હવે શુભોદય થવા આવ્યો છે કારણકે એ બંનેય મુનિનું દર્શન થતાની સાથે જ દુ:ખને લગભગ વિસરી જાય છે ને સીધા જ એ મુનિવરની સેવામાં હાજર થાય છે એટલે એ મુનિવરની પાસે જઈ તે ચારણ શ્રમણમુનિને વિનયપૂર્વક પ્રણામ કરીને, આગળની ભૂમિ ઉપર બેસી ગયા.
| વસંતતિલકાના બે પ્રશ્ન આ રીતે બંનેયને સામે બેઠેલા જોઈને પરોપકારરસિક એવા તે મુનિવરે પણ પોતાનું ધ્યાન પાર્યું, એટલે કે સમાપ્ત કર્યું, અને
“મનરંવતતdhખ્યાન, મહારામૈdhસારમ્ ? __ धर्मलाभाशिषं सोऽदात्, करमुन्नम्य दक्षिणम् ॥११॥"
“પોતાનો જમણો હાથ ઉંચો કરીને મન:ચિતિ કલ્યાણરૂપ જે મોટો બગીચો, તેને લીલોછમ એટલે પ્રફુલ્લ રાખવા માટે એક પાણીની તીક સમાન “ધર્મલાભ રૂપ આશિષ તે મુનિવરે આપ્યાં.”
પરમ તારક મુનિવરની એવી ઉત્તમ પ્રકારની આશિષ સાંભળીને ફરીથી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તે વસંતતિલકાએ શરૂઆતથી માંડીને, શ્રીમતી અંજનાસુંદરીનું સઘળુંય દુ:ખ તે મુનિવરની સમક્ષ કહ્યું અને પુછ્યું કે
૧- આ શ્રીમતી અંક્લાસુંદરીના ગર્ભમાં કોણ ઉત્પન્ન થયેલ છે? તથા ૨ - આ મારી સખી આવા પ્રકારની દશાને કયા કર્મથી પામેલી છે?
પ્રથમ પ્રસ્તનો ઉત્તર વસંતતિલકા દ્વારા પૂછાયેલા બે પ્રશ્નો પૈકીના પ્રથમનો ઉત્તર આપતા તે મુનિવરે ફરમાવવા માંડ્યું કે,
આ જ જંબુદ્વિપ'ના ‘ભરત' નામના ક્ષેત્રમાં મંદર' નામના નગરમાં ‘પ્રિયનંદી' નામનો એક વણિક હતો. એ વણિક્ત ‘જયા'