SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ આથી એ સ્પષ્ટ જ છે કે આ અંજના સર્વથા દોષવતી છે. સારું થયું કે તેણીની સાસુએ આને કઢી મૂકી અને અહીંથી પણ ઝટ કઢી મૂકો, કારણકે અમે તો તેના મુખને પણ જોવાના નથી.” આ રીતે પોતાની પુત્રીના મુખને પણ જોયા વિના રાજાએ પોતાની પુત્રીને એકદમ કાઢી મૂકવાનો હુકમ ર્યો અને એ હુકમને આધીન થઈને દ્વારપાળે અંજનાને મહેલમાં નહિ પેસવાં દેતાં બહારથી જ કાઢી મૂકી. આ વખતે લોકો પણ આ રીતે કાઢી મૂકાતી અંજનાને દીન મુખે અને આજંદપૂર્વક કષ્ટથી જોતા હતાં. અર્થાત્ આ રીતે કાઢી મૂકાતી અંક્લાને જોઈને લોકો દીન બની ગયા હતાં અને કકળી ઉઠયા હતાં, કારણકે આવા ત્રાસથી લોકો પણ ત્રાસ પામી ગયા હતા, પણ રાજાની આજ્ઞા આગળ ચાલે શું? કંઈ જ નહિ. પિતાજી તરફથી પણ આવા ભયંકર તિરસ્કારને પામેલી શ્રીમતી અંક્લાસુંદરી ત્યાંથી ભુખી, તરસી, થાકી ગયેલી, નિસાસા નાખતી, આંસુઓને વરસાવતી, ઘાંસથી વિંધાઈ ગયેલા પગોમાંથી નીકળતા લોહીથી પૃથ્વીના તળિયાને રંગતી, પગલે-પગલે સ્કૂલના પામતી, વૃક્ષેવૃક્ષે વિશ્રામ લેતી અને દિશાઓને પણ રોવરાવતી પોતાની સખી વસંતતિલકા તેની સાથે ચાલી નીકળી. ચાલીને પણ જવું ક્યાં ? કારણકે - અંજનાના પિતાએ પોતાની પુત્રીને પોતાના જ નગરમાંથી કાઢી મૂકીને સંતોષ માન્યો છે એમ નથી, પણ તેણે પોતાની સત્તા નીચે રહેલા શહેરમાં અને ગામોમાં પુરુષો મોક્લીને કહેવરાવી દીધેલું કે *અંજનાને કોઈએ પણ સ્થાન ન આપવું !' આ કારણથી અંજ્ઞા જે જે શહેરમાં કે જે જે ગામમાં ગઈ, ત્યાં ત્યાં કોઈપણ સ્થળે સ્થાન ન પામી શકી, એટલે કોઈપણ સ્થળે સ્થિતિ કર્યા વિના એવી જ ભૂખી અને તરસી હાલતમાં ભટકતી-ભટકતી તે એક મોટી અટવીમાં પહોચી ગઈ જૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજતા...૭ ૨૮૧ રાક્ષશવંશ અને વાનરવંશ છે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy