________________
તો સ્તબ્ધ જ બની જાય છે. એ જ વ્યાયે મહાસતી શ્રીમતી અંજનાસુંદરી પણ સ્તબ્ધ જ બની ગઈ અને એથી તે એક પણ અક્ષર બોલી શકતી નથી એટલે એ સ્તબ્ધતાનો લાભ લઈને તેની સાસુએ તેને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે
“પુત્રે વૈઢવાણા - મધ્યજ્ઞાનઢોહિતા ? $યધ્વર સ્માતમ - નહાતા ઘાંસુના ૨?”
મારો પુત્ર તારી અવજ્ઞા કરતો હતો, ત્યારે હું જાણતી હતી કે મારો પુત્ર પોતાની અજ્ઞાનતાથી જ તને દૂષિત ગણે છે, કારણકે તું વ્યભિચારણી છે એમ અમે અત્યાર સુધી જાગ્યું ન હતું." અર્થાત્ હવે અમે જાણ્યું કે તું જ વ્યભિચારિણી છે અને એ જ કારણે મારા પુત્રે તારી અવજ્ઞા કરી હતી અને એથી તારી અવજ્ઞા કરવામાં મારા પુત્રનો કંઈ જ દોષ ન હતો.
સાસુ તરફથી થતા આવા તિરસ્કારથી શ્રીમતી અંજનાસુંદરીના નેત્રોમાંથી અશ્રુની ધારા નીકળી પડી. આ સિવાય બીજુ થાય પણ શું? મહાસતીઓ પાસે આવા આક્ષેપ સામે બીજો ઉપાય પણ શો ? વડિલ અને હિતેષી ગણાતી વ્યક્તિઓને જયાં વસ્તુ સ્વરૂપને જાણવાની ઈચ્છા જ ન હોય તથા જાણવાની કે સમજવાની પરવા કર્યા વગર જ ઈચ્છા મુજબના આક્ષેપો કરવામાં જ વડિલપણું કે હિતેષીપણું મનાતું હોય, ત્યાં યોગ્ય આત્માને હૃદયમાં બળવા સિવાય કે અશ્રુઓ સારવા સિવાય બીજો ઉપાય હોય પણ શો ?
આ દશામાં પણ શ્રીમતી અંજનાસુંદરી પાસે આ આવી પડેલા કલંકથી બચી જવાનું એક અદ્વિતીય સાધન હતું અને એ સાધનનો ઉપયોગ કરી દેવાનું શ્રીમતી અંજનાસુંદરીએ યોગ્ય માન્યું એથી જ તેણે રો-રોતે પણ પોતાના પતિના આગમનના ચિહ્ન તરીકે પોતાના પતિએ જ આપેલી મુદ્રિકા પોતાની સાસુને બતાવી. એ બતાવીને શ્રીમતી અંક્લાસુંદરીએ મૌન રહીને પણ સૂચવ્યું કે
‘સાસુજી ! આપની કલ્પના તદ્દન ખોટી છે આપની કુલીન પુત્રવધુએ પોતાના પિતાના કે શ્વસુરના એટલે કે પતિના કે પિતાના
જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા...૭
૨૭૩ રાક્ષશવંશ
૨૭૩ અને વાનરવંશ (
@