________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
કી જૈન રામાયણઃ ર૦૦
રજોહરણની ખાણ ચૂકવ્યા વિના રહેતા નથી. આથી જ જ્ઞાની મહર્ષિઓએ ચોથા વ્રતના રક્ષણ માટે નવ-નવ વાડોનું વિધાન ક્યું છે. જ્ઞાની મહર્ષિઓ જયારે નવ વાડોનું વિધાન કરે છે, ત્યારે આજના સ્વચ્છ%ી છતાં પોતાની જાતને સુધારક તરીકે ઓળખાવતા લોકો એથી વિપરીત વસ્તુનું વિધાન કરે છે. માટે વિચારો કે એમાં વિષયાવેશની ભયંકર વિવશતા કે અજ્ઞાનતા સિવાય બીજુ શું હોવું સંભવે છે?
પરસ્પરનો વાર્તાલાપ વિષયરસના આવેશમાં રાત્રિ પૂરી થઈ ગઈ અને પ્રભાત થવા આવ્યું એટલે પવનંજ્ય બોલ્યો કે
“યાય જો , ઊંચન્તિ વોકન્યથા ?
હે કાજો ! હવે હું જયને માટે જઈશ, જો હવે ન જાઉ તો માતા-પિતાદિક ગુરુઓ – વડીલો આ વાતને જાણી જશે !
આ સંભાળીને કોઈ પૂછે છે કે માતા-પિતાદિક જાણી જાય તો હરકત નથી ? તો જણાવવું જોઈએ કે પોતાનો પુત્ર જય માટે નીકળેલો હોવા છતાં આ રીતે પોતાની સ્ત્રી પાસે આવે અને આવી રીતે રહે, એ ક્ષત્રિય કુળમાં કલંક ગણાય છે; કારણકે જય માટે નીકળેલા ક્ષત્રિયોમાં એ વિચાર સરખો પણ ન આવવો જોઈએ, આ સાચા ક્ષત્રિયોની માન્યતા છે અને હોવી પણ જોઈએ અન્યથા, તેઓથી યુદ્ધ થઈ શકે પણ નહિ.
આ જ મર્યાદા અને માન્યતાને કારણે પવનંજયે કહ્યું કે જો હું અત્યારે ન જાઉં તો વડીલો જાણી જશે. એટલે કે મારે અત્યારે ને અત્યારે સવાર થઈ જાય તે પહેલા જ અહીંથી ચાલ્યા જવું જોઈએ અને એમ કહ્યા પછી તે કહે છે કે
“ઘેટું મતિઃ ઘર dolí, સુરગ્રં તિષ્ઠ સરવૃત્તા ? ઢશા ચર્ચે સંવાદ, વાવઢાયામ સુન્દર ?”