________________
જૈન રામાયણઃ ૨૦૪
રજોહરણની ખાણ ૨૬૪
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
ભાવના ? વિચારો કે આ કઈ ઉત્તમતા છે ! આવી ઉત્તમતાથી પરિમંડિત થયેલી સ્ત્રીઓ જે દેશમાં, જે જાતિમાં અને જે કુળમાં થઈ ગઈ છે, તે દેશમાં તે જાતિમાં અને તે કુળમાં પોતાને જન્મેલા ગણાવતા પુરુષો, પોતાની જાતને ભણેલી ગણેલી અને વિચારશીલ મનાવવાનો દંભ કરી, સ્ત્રીઓ માટે યથેચ્છ વિચારોનો પ્રચાર કરે અને તેવા વિચારો દ્વારા પોતાને દયાળુ દેવ તરીકે પ્રસિદ્ધ કરવા મથે, એ તે આત્માઓની કેટલી કમનસીબ પામર દશા છે, એ ખાસ વિચારવા જેવું છે. ઉત્તમકુળમાં જન્મેલા આત્માઓમાં અધમ વિચારોને ફેલાવવા પ્રયત્નો કરવા એના જેવું ભયંકર પાપ એક પણ નથી. આવા પ્રકારના ભયંકર પાપને આચરતા આત્માઓએ અવશ્ય ચેતવા જેવું છે નહિ તો કંઈ પણ અસર નીપજાવ્યા સિવાય નિરર્થક પાપકર્મ બાંધી આ અમૂલ્ય અને દુર્લભ એવા માનવજીવનને હારી જવા સિવાય બીજા કશા જ ફળની તેઓને પ્રાપ્તિ નથી એ સુનિશ્ચિત છે, કારણકે આવા ઉત્તમ સ્ત્રી જીવનના અભ્યાસી સમાજમાં પામર અને તુચ્છ તેમજ અધોગતિગામીઓના એવા વિચારોની ભાગ્યે જ અસર નીપજે છે.
આપણે એ જાણીએ છીએ કે જે સમયે પ્રહસિત અને અંના વચ્ચે વાતચીત ચાલી રહી છે, તે સમયે પવનંજય દ્વાર આગળ ઉભેલ છે એટલું જ નહિ પણ તેનો રોષ હવે ચાલ્યો ગયો છે અને તે બાવીસબાવીસ વરસથી અવગણેલી પોતાની પત્નીને આશ્વાસન આપવા માટે જ આવેલ છે. એટલે સ્વાભાવિક જ છે કે જે ઉદ્ગારો એક અન્ય આત્માને પણ દુ:ખી કરે, તે ઉદ્ગારો પવનંજયને પણ દુઃખી ર્યા વિના રહે જ નહિ ! અને થયું પણ તેમ જ, કારણકે શ્રીમતી અંજનાસુંદરીના અંતરમાં ભરાઈ ગયેલો દુ:ખનો સમૂહ બધો જ પવનંજયમાં સંક્રમણ પામી ગયો અને એથી એ એકદમ અંદર પેસીને, આંસુથી ગદ્ગ વાણીવાળો થયો થકે, એ પ્રમાણે બોલવા લાગ્યો કે
"निर्दोषां ढोषमारोप्य, त्वामुढाहात्प्रभृत्यपि । अवनातास्यविजेन, मयका विजमानिना ॥१॥"