________________
“àવતાધિષ્ઠતૈ રત્ન-યંઢિ ઢર્વોચ ટુર્મતે ? तदायातु हरिष्यामि, तत्दएँ चिरसंचितम् ११३१"
“અરે ! એ રાવણ કોણ છે ? તેનાથી શું સિદ્ધ થઈ શકે તેમ છે? તેને કહેજે કે હું ઇંદ્ર નથી, કુબેર' નથી, નલકુબેર નથી, અને સહસરશ્મિ' પણ નથી : મરુત નથી, ‘યમ નથી, અને કેલાસશૈલ' નથી, કિંતુ ખરેખર હું વરુણ છું. આ છતાંય પણ જો એ દુર્મતિ રાવણને દેવતાઓથી અધિષ્ઠિત થયેલ રત્નોથી અહંકાર જ થયો હોય, તો તે ખુશીથી મારી સામે આવો; હું ચિરકાળથી ઉપાર્જન કરેલા તેના અહંકારને ઘણી જ સહેલાઈથી હરી લઈશ.'
“આ પ્રકારના તે દૂતના કથનથી કોપાયમાન થયેલા શ્રી રાવણે ચઢાઈ કરી અને જેમ સાગરની વેલા તટ ઉપર રહેલા પર્વતને રૂંધી લે, તેમશ્રી રાવણે વરૂણના નગરને રૂંધી લીધું. ‘રાજીવ' અને ‘પુંડરીક' આદિ પોતાના પુત્રોથી વીંટાયેલો રાજા વરૂણ પણ, યુદ્ધ માટે લાલ નેત્રોવાળો થયો પોતાના નગરથી બહાર નીકળીને યુદ્ધ કરવા લાગ્યો. તે મોટા સંગ્રામમાં વીર એવા વરૂણના પુત્રોને યુદ્ધ કરાવીને અને બાંધીને ખર' તથા દુષણ ને પોતાના સ્થાનમાં લઈ ગયા તે કારણથી ચારે બાજુથી રાક્ષસોનું સૈન્ય ભાગ્યું અને કૃતાર્થ માની વરૂણ પણ પોતાની નગરીમાં પેઠો.
“આ કારણથી શ્રી રાવણે પણ દરેક વિદ્યાધરેન્દ્રોને બોલવવા માટે દૂતોને મોકલ્યા અને આજે આપના તરફ મને મોકલ્યો છે.”
પ્રફ્લાદની તેયારી અને પવનંજયની વિનંતી દૂત દ્વારા શ્રી રાવણને આહ્વાન કરવાનો સંદેશ સાંભળીને, પ્રહલાદ રાજા સહાય કરવા માટે શ્રી રાવણ તરફ પ્રયાણ કરવાની તૈયારી કરવા લાગ્યા : તેજ આરસામાં પવનંજય' પોતાના પિતાને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે
“$ઢવ લિઝ તાતી જં, શાવર્મનોરથન્ ?” पुरयिष्याम्यहमपि, तवास्मि तनयो ननु ११११॥
જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭
રાક્ષશવંશ ૨૪૫
અને વાનરવંશ