SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ b-led àp?pid be bene જૈન રામાયણઃ રજોહરણની ખાણ ૨૩૪ પોતાની ફરજ અને કુળવટ ભૂલીને પણ જે સુંદરીને જોવા આવ્યો તથા જે સુંદરીને જોઈ જોઈને અનેક પ્રકારનાં સુખસ્વપ્નો અનુભવી રહ્યો છે, તે જ પવનંજય જોત-જોતામાં એક નહિ જેવા તુચ્છ પ્રસંગને વશ થઈને શ્રીમતી અંજનાસુંદરીથી એકદમ વિમુખ થઈ જાય છે, અને તે પણ ત્યાં સુધી કે તે સુંદરીના પ્રાણ લેવા માટે તૈયાર થઈ જાય છે. ખરેખર, કર્મની ગતિ વિચિત્ર છે. કર્મના ઉદય સમયે પ્રાય કોઈનું પણ ચાલતું નથી અને એના યોગે ભલભલાની પણ બુદ્ધિ કેવા ચકરાવા ખાય છે, એ સઘળુંય આ શ્રીમતી અંજનાસુંદરીના જીવનપ્રસંગમાં ઘણી જ સારી રીતે સમજી શકાય તેમ છે. અંજનાસુંદરીની સખીઓનો ઉપહાસ જે સમયે પવનંજય અને પ્રહસિત ગુપ્તપણે શ્રીમતી અંજનાસુંદરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, તે સમયે શ્રીમતી અંજ્ઞાસુંદરી પોતાની વસંતતિલકા અને મિશ્રકા નામની સખીઓ સાથે વિનોદ કરી રહી છે. એ વિનોદમાં ને વિનોદમાં પ્રસંગ પામીને વસંતતિલકા નામની સખી શ્રીમતી અંજ્ઞાસુંદરીને ઉદ્દેશીને કહેવા લાગી કે ‘ધન્વાસિયા હિ પ્રાવસ્ત્ય, તેં પતિં પવનયિમ્ ' ‘હે સ્વામિની ! તને ધન્ય છે, કારણકે જે તું તે પવનંજય જેવા પતિને પામી છે, અર્થાત્ પવનંજય જેવા પતિને પામવો, એ તારા માટે ધન્યતાની નિશાની છે પવનંજય જેવા પતિને તો તે જ પામે, કે જે તારા જેવી પુણ્યશાલિની હોય ! વસંતતિલકાના આ કથનને સાંભળીને શ્રીમતી અંજ્ઞાસુંદરીની બીજી મિશ્રકા નામની સખી બોલી ઉઠી કે "हले मुक्तत्वा वरं विद्युत्-प्रभं चरमविग्रहम् । વો વરઃ નાથ્યત કૃતિ, મિત્વવત્ સવી '' “અરે, હે સખી! વસંતતિલકે ! તું આ શું બોલે છે ? ચરમશરીરી, એટલે કે તે જ ભવમાં મુક્તિને પામનાર એવા શ્રી વિદ્યુત્પ્રભ જેવા પરમ પવિત્ર વરને છોડીને, બીજા વરની શ્લાઘા એટલે પ્રશંસા કોણ કરે ? અર્થાત્ કોઈ જ નહિ,
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy