________________
ક્રૂર
કર્મની મશ્કરીઃ પવનંજય અને અંજના
મહાસતી અંજનાસુંદરી અને પવનંજય
શ્રી હનુમાનજીના પિતા શ્રી પવનંજય રાજાની ઉત્પત્તિ તથા શ્રી હનુમાનજીની જ્વેતા અને પરમસતી શ્રીમતી અંજ્ઞાસુંદરીની ઉત્પત્તિ અને તે મહાસતીના પતિની પસંદગી કઈ રીતે કરવામાં આવી, તેનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે આ શ્રી ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય ગિરિ ઉપર આવેલા ‘આદિત્યપુર’ નામના નગરમાં ‘પ્રહ્લાદ’ નામના રાજા હતા. તે રાજાને ઇષુમતી નામની પ્રિયા હતી. તે બંનેને પવનંજ્ય નામનો પુત્ર થયો. તે પવનંજ્ય પોતાના પરાક્રમથી તથા આકાશગમનથી પવન જેવો વિજયી હતો. તે જ સમયમાં બીજી બાજુ આ શ્રી ભરતક્ષેત્રના સાગરના તટ ઉપર રહેલા ‘દંભ’ નામના પર્વત ઉપર ‘માહેન્દ્રપુર’ નામે એક નગર હતું અને એ નગરમાં ‘મહેન્દ્ર’ નામનો વિદ્યાધરોનો ઈન્દ્ર હતો. તે શ્રી ‘મહેન્દ્ર' નામના રાજાને ‘હૃદયસુંદરી' નામની રાણી હતી. ‘અરિદમ’ આદિ સો પુત્રો ઉપર તેઓને ‘અંનાસુંદરી' નામની એક પુત્રી થઈ. ક્રમે કરીને લાલનપાલન કરાતી તે અંજનાસુંદરી જયારે યૌવનાવસ્થાને પામી, ત્યારે તેના પિતા શ્રી મહેન્દ્ર રાજાને તેને માટે વરની ચિંતા થવા લાગી, આથી તે રાજાના મંત્રીઓ હજારો વિદ્યાધર યુવાનોની પ્રશંસા કરવા લાગ્યા અને તે પછી ‘શ્રી મહેન્દ્ર' રાજાની આજ્ઞાથી મંત્રીઓ તે વિદ્યાધર યુવકોનાં રૂપોને પટ્ટો ઉપર યથાવસ્થિત રૂપે આલેખીને અને મંગાવીને
૨૨૭
રાક્ષશવંશ અને વાનરવંશ
ક્રૂર કર્મની મશ્કરીઃપવનંજય અને અંજના...૭