________________
"कर्माण्यवश्यं सर्वस्य, फलंत्येव चिरादपि । आपुरंदरमाकीटं, संसारस्थितिरिदृशी ११६१"
હે રાજન્ ! એ રીતે વિના કારણે તે મહામુનિનો તે તિરસ્કાર ક્ય, તે તિરસ્કારથી ઉત્પન્ન થયેલા પાપના યોગે તું કેટલાક ભવો ભટકીને અને તે પછી પ્રસંગે શુભ કર્મ કરીને, તું ઇંદ્ર નામનો ‘સહસ્ત્રાર' રાજાનો પુત્ર થયો, અને
રાવણથી જે પરાભવ થયો તે આ મહામુનિને કરેલ તિરસ્કાર અને પ્રહારોથી ઉત્પન્ન થયેલ કર્મનું જ ફળ ઉપસ્થિત થયેલું છે, કારણ સંસારની સ્થિતિ જ એવી છે કે ઇંદ્રથી માંડીને એક મુદ્રમાં શુદ્ર કીડા સુધીના, અર્થાત સર્વને ચિરકાળે પણ કરેલાં કર્મો કોઈપણ આત્માને ફળ્યા વિના રહેતા જ નથી.'
પરમતારક મહર્ષિ “શ્રી નિર્વાણસંગમ' નામના ગુરુદેવની આ દેશના ઉપરથી ઘણું-ઘણું વિચારવાનું છે. ધર્મ કે ધર્મશાસન ઉપર આવતા આક્રમણને અટકાવવા માટે પ્રયત્ન કરતા મુનિપુંગવો સામે યદ્વા-તદ્વા બકવાદ કરનારા ધર્મદ્રોહીઓને આ દેશનામાંથી જેવો જોઈએ તેવો રદિયો મળી શકે તેમ છે. અને વાત-વાતમાં સમતા અને શાંતિની જ વાતો કરનારા માનાકાંક્ષી બગભક્તોની પોલ પણ આ દેશના સારામાં સારી રીતે ખોલી નાંખે છે, તથા છતી શક્તિએ કેવળ માનપાન ખાતર શાસનના વિરોધીઓને યોગ્ય અને ઉચિત હિતશિક્ષા આપવાને બદલે
ઓ તેઓની પીઠ થાબડે છે, તેઓની પણ દુર્દશાનો આ દેશના ઠીક ઠીક સ્ફોટ કરે છે અને વાત પણ એ જ સાચી છે કે છતી શક્તિએ શાસન કે શાસનના સેવક ઉપર આવેલી આપત્તિને હઠાવવા શક્ય પ્રયત્ન પણ ન કરવો, એના જેવું એકપણ પાપ નથી. એ પાપથી બચવા માટે જ શ્રી વાલી' જેવા સર્વોત્તમ ભૂમિકાએ વર્તતા મુનિવરને પણ શ્રી રાવણ જેવાને ભયંકર શિક્ષા કરવી પડી હતી અને એવાં દૃષ્ટાંતોની આ શાસનમાં ખોટ જ નથી, કારણકે એ તો શાસન પરિણામ પામ્યાનું ! ચિહ્ન છે.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
.
૨૨૧ રીક્ષશવશL
અને વાનરવંશ