________________
આ પછી શ્રી રાવણ કહે છે કે
વંવિધાનિ कर्माणि कुर्वन्द्वेष सुतस्तव
પુનર્ગનાતુ રાજ્યં સ્વ, મત્પ્રસાહાઘ્ન નજંતુ કો'' ‘આ પ્રકારનાં કાર્યોને કરતો એવો તારો આ પુત્ર ‘ઇંદ્ર' ફરીથી પોતાનું રાજ્ય ગ્રહણ કરો અને મારી મહેરબાનીથી આનંદ પામો !'
૨૧૭
ܐ
વિચારો કે આ કેવી અને કેટલી ભયંકર શરતો છે ? આવી ભયંકર શરતોનો પણ ‘શ્રી સહસ્ત્રાર' રાજાએ સ્વીકાર કર્યો અને કહ્યું કે ‘મારો પુત્ર એ પ્રમાણે કરશે.' આથી શ્રી રાવણે પણ બંધુની માફક સત્કાર કરીને પોતાના બંદીખાનામાંથી શ્રી ઇંદ્રરાજાને મુક્ત કર્યો અને તે પછી શ્રી ઇંદ્રરાજા પોતાના ‘રથનૂપુર' નગરમાં આવીને અતિ ઉદ્વિગ્નપણે રહેવા લાગ્યો, કારણકે તેસ્વી આત્માઓને નિસ્તેજ થવું, એ મરણ કરતાં પણ અતિ દુ:સહ છે. મોહવશ આત્માઓ જેવી અને જેટલી આજ્ઞાઓ મોહની પાળે છે, તેટલી જ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓને કલ્યાણના અર્થીઓ પાળે, તો મુક્તિનું સુખ તેમની હથેળીમાં જ રમે છે, એમ કહેવામાં એક લેશ પણ અતિશયોક્તિ જેવું નથી. પણ સામાન્ય રીતે જ્નતા ટલી મોહરાજાની આજ્ઞાઓ સ્વીકારવા સજ્જ હોય છે, તેટલી પરમ ઉપકારી શ્રી જિજ્ઞેશ્વરદેવની આજ્ઞાઓને સ્વીકારવા સજ્જ નથી જ હોતી, અને એ જ કારણે સમજુ ગણાતા આત્માઓ પણ મોહરાજાના સામ્રાજ્યમાં જ અથડાતા જોવાય છે. જેમ આ વાત સાચી છે, તેમ તે વાત પણ એટલી જ સાચી છે કે ‘પ્રભુશાસનને પામેલા આત્માઓ અનાદિ બંધનોના યોગે મોહરાજાના સામ્રાજ્યમાં અથડાવા છતાંપણ, જ્યારે યોગ્ય નિમિત્ત પામે છે, ત્યારે તેઓ શ્રી જિનેશ્વરદેવે વર્ણવેલી સંસારની અસારતાને અખંડપણે જોઈ શકે છે અને એથી અજ્ઞાન આત્માઓ જે નિમિત્ત પામીને સ્વ અને પરના અહિતનો ઉદ્યમ આરંભે છે, તે જ નિમિત્ત પામીને પ્રભુશાસનથી રક્ત થયેલા આત્માઓ
રાક્ષશવંશ અને વાનરવંશ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭