________________
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
પૃથ્વી ઉપર ઈન્દ્રની જેમ એક છત્રી સામ્રાજ્ય સ્થાપીને “ઈન્દ્ર મહારાજા'એ લોકપાલો આદિની રચના કરી હતી તે લોકપાલો પૈકીના નલકુબેરની નગરી-પર વિજય મેળવવાના પ્રસંગે તેની પત્ની શ્રીમતી ઉપરંભાનો અને રાવણની કુલવટનો પ્રસંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, રાવણની ઉદારતાએ નલકૂબર ઉપર પણ જબ્બર અસર પેદા કરી છે.
આમ દિયાત્રામાં આગળ વધતાં રાવણની બાબતમાં ઇન્દ્રને તેના પિતાએ ખૂબ-ખૂબ નીતિવાક્યોથી સમજાવવા છતાં માનધન તે ન જ સમજ્યો ને વિનાશકાળની બુદ્ધિના પરિણામનો ભોગ બન્યો વિગેરે વિગતો આ પ્રકરણથી આપણને વિવિધભાવોથી ભરપૂર બનાવે છે.
૧૯૭