________________
હોત, તો શું પરિણામ આવત ? એ જ કે તે આત્મા મિથ્યામાર્ગમાં સ્થિર થઈ જાત, અને ઉન્માર્ગદશક્તા યોગે બીજુ પરિણામ આવે પણ શું? તે તો ગમે તેવા પાપમાર્ગમાં રહેલા આત્માને પણ ધર્મવીર કર્મવીર અને પુણ્યાત્મા તરીકે ઓળખાવવા તૈયાર જ હોય છે, કારણકે તેને તો એકલી ‘લોકપ્રિયતા' જ વ્હાલી હોઈ, તે જ મેળવવાની ઈચ્છા હોય છે.
ધર્મ જેવી વસ્તુ લોકેષણામાં પડેલા પામર આત્માઓ પાસે હોતી જ નથી. ધર્મ વેચીને પણ લોકૈષણામાં પડેલાઓ, પોતે ડૂબવા સાથે અન્ય આત્માઓને પણ ડુબાવવાનું જ કામ કરે છે, માટે જ ઉપકારી મહાપુરુષો મુનિવરોને લોકેષણામાં નહિ પડવાનો અને કલ્યાણાર્થી ! માત્રને લોકહેરી તજવાનો ઉપદેશ આપે છે. ઉપકારી મહાપુરુષોના એ ઉપદેશનો અમલ કરવામાં જ, સ્વ અને પર એટલે પ્રાણીમાત્રનું શ્રેય સમાયેલું છે.
આ પછી
એટલે કે પોતાના પતિએ પ્રવ્રજ્યા અંગીકાર કર્યા પછી, તે જ આશ્રમમાં વસતિ અને મિથ્યાત્વે કરીને રહિત એવી તે કુર્મી' નામની શ્રાવિકાને પુત્રપ્રસવ થયો અને તે રુદન આદિથી રહિત હોવાથી, તેનું નામ “નારદ' પાડ્યું. એકવાર એ ‘કુર્મી' નામની શ્રાવિકા પોતાના તે ‘નારદ' નામના પુત્રને મૂકીને અન્યત્ર ગઈ હતી, તે વખતે ભક દેવતાઓએ તે “નારદ' નામના બાળકનું હરણ કર્યું. આથી માતાને શોક - થયો, પણ તે સમજદાર હોવાથી શોકના યોગે અન્ય કાંઈપણ ન કરતાં, તેણીએ ઈન્દ્રમાલા' નામના સાધ્વી પાસે પ્રવ્રજ્યા-દીક્ષા અંગીકાર કરી.
આથી પણ
સમજી શકાશે કે ઉત્તમ ઉપદેશ, દરેક પ્રસંગોમાં આત્માને હિતકર માર્ગે જ વાળે છે. આ કુર્મી' નામની શ્રાવિકાએ પુત્રશોકના પ્રસંગને પામીને પ્રવજ્યા અંગીકાર કરી, એ પણ તે મુનિવરના તે ઉત્તમ ઉપદેશનું જ પરિણામ ગણાય. અન્યથા, આવા પ્રસંગો તો આત્માને આકુળવ્યાકુળ બનાવીને ભયંકર ઉન્માર્ગે ચઢાવી દે છે. આથી જ શાસ્ત્રકાર 4 રાક્ષશવંશ વિક અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
,