________________
જૈન રામાયણઃ
૧ ૮ ૦ રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
"एवं च पर्वतात्पाप - पर्वतादध्वरा द्विजैः । हिंसात्मका अक्रियन्त, ते निषेध्या त्वयैव हि ॥१॥"
‘આ રીતે પાપના પર્વતસમા પર્વતથી આરંભીને બ્રાહ્મણોએ આ હિંસાત્મક યજ્ઞો કરવા માંડ્યા છે, અને તે તમારે જ રોકવા યોગ્ય છે.”
"तढाचमुररीकृत्य, प्रणिपत्य च नारदम् । મતત્િ હસમયિત્વ ઘ, વિસર્ન ઢશનિનઃ ????”
“શ્રી નારદજીની વાણીને, એટલે કે હિંસાત્મક યજ્ઞોને રોક્વાની તેમણે કરેલી ભલામણને અંગીકાર કરીને અને શ્રી નારદજીને પ્રેમપૂર્વક નમસ્કાર કરીને તથા મરુત' રાજા પાસે ક્ષમા મંગાવીને, એટલે કે શ્રી રાવણની આજ્ઞા મુજબ “મરુત રાજાએ પોતે કરેલી અવજ્ઞાની શ્રી નારદજી પાસે ક્ષમા માંગ્યા બાદ, શ્રી રાવણે શ્રી નારદજીને કહ્યું કે હવે આપ પધારો હવે !" આપની આજ્ઞા મુજબ હું આ હિંસાત્મક યજ્ઞોને અટકાવવાના સઘળા સુપ્રયત્નો કરીશ.
ભાગ્યવાનો ! વિચારો કે ‘શ્રી રાવણ જેવો મહારાજા પોતાનાં સઘળાં કર્યો પડતાં મૂકી, હિતકર પ્રવૃત્તિ કરવા માટે કેટલી કાળજી ધરાવે છે? જો તેવી કાળજી ન હોય તો ‘એક શ્રી નારદજીના નહિ જેવા કથનથી પોતાના દિગ્વિજયના પ્રયાણમાંથી શ્રી નારદજી સાથે મરુત' રાજાની સભામાં આવવું, તેની સાન ઠેકાણે લાવવાના પ્રયત્નો કરવા, જરૂરી ઉગ્રતા પણ ધરવી, ‘હિંસાત્મક યજ્ઞોની ઉત્પત્તિના ઇતિહાસ'ને શાંતિ અને ધીરજપૂર્વક ચિર સમય સુધી સાંભળવો અને તે પછી શ્રી નારદજીની ભલામણ મુજબ તે હિંસાત્મક યજ્ઞોને રોક્વાની પ્રવૃત્તિ કરવાની કબૂલાત આપવી' આ બધુ શું સહજ છે?
આજના કોઈ શક્તિસંપન્ન પાસે ધર્મરક્ષા માટે કોઈ કાંઈ કહેવા જાય, તો તે જનાર પુણ્યાત્મા શું સાંભળીને આવે એ કહેશો ? “હિતકર કાર્યની ભલામણ કરવા આવનારને ‘અમને ફરસદ નથી અથવા અમે ધર્મઘેલી વાર્તા કરવાનું કે આવી-આવી નિરર્થક પંચાતો કરવા માટે નવરા નથી' આ પ્રમાણે કહેવું, એ શ્રીમંતાઈ કે મોટાઈ નથી, પણ નરી કંગાલિયત ભરેલી સુદ્રતા જ છે !" આ વસ્તુ શ્રી રાવણના