________________
મંદોદરી' નામની દ્વારપાલિકા પણ, આ અને તે બંનેનાં, એટલેકે એ માતા-પુત્રીના વચનને સાંભળવાની ઈચ્છાવાળી થઈ થકી લતાઓની અંદર છુપાઈને ઊભી રહી. આ પછી દીતિ' રાણી પોતાની ‘સુલસા' નામની પુત્રીને કહેવા લાગી કે હે દીકરી ! તારા આ સ્વયંવરમાં મારા મનની અંદર એક શલ્ય છે અને તે શલ્યનો ઉદ્ધાર કરવો, એ તારે આધીન છે. આ કારણથી હું મૂળથી જે વાત કહું છું. તેને તું સમ્યક પ્રકારે સાંભળ ! “પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીના વંશને ધરનારા એક શ્રી ભરત' અને બીજા ‘શ્રી બાહુબલીજી એમ બે પુત્રો થયા, કે જેમાંના એક શ્રી ભરતજીને ‘સૂર્ય' નામનો પુત્ર થયો અને બીજા બાહુબલજીને 'સોમ' નામનો પુત્ર થયો. એ સોમવંશની અંદર તૃણબિંદુ નામનો મારો ભાઈ થયો અને સૂર્યવંશમાં તારા પિતા ‘અયોધન રાજા' થયા. તારા પિતાશ્રી ‘અયોધન રાજાની બહેન ‘સત્યયશા તે મારા ભાઈશ્રી ‘તૃણબિંદુ રાજા' ની સ્ત્રી થઈ અને તે બેને ‘મધુપિંગલ' નામનો એક પુત્ર છે. હવે સુંદરી ! મારી ઈચ્છા તને મારા ભત્રીજા મધુપિંગલ' ને આપવાની છે, અને તારા પિતા તને સ્વયંવર, એટલે કે તું આ સ્વયંવરમાં જેને વરીશ તેને આપવા ઈચ્છે છે. હું નથી જાણી શક્તી કે તું આ સ્વયંવરમાં કોને વરશે ? આજ મારું મન:શલ્ય છે, તેથી હું તને કહું છું કે બધાય રાજાઓની સમક્ષ તારે મારા ભત્રીજા ‘મધુપિંગલ’ ને જ વરવો" આ પ્રમાણેની માતાની શિક્ષાને તે જ પ્રમાણે ‘સુલસાએ પણ અંગીકાર કરી. લતાઓમાં સંતાઈ રહેલી દ્વારપાલિકા મંદોદરીએ પણ આ હકીકત સાંભળીને સગરરાજા પાસે જઈને કહો કે “માતાની શિક્ષા મુજબ સુલતા' એ સ્વયંવરમાં 'મધુપિંગલ' ને જ વરવાનું કબૂલ કર્યું છે.” આ સાંભળીને સગર રાજાએ પણ વિશ્વભૂતિ' નામના પોતાના પુરોહિતને આજ્ઞા કરી, એટલે તરત જ કવિ એવા તે પુરોહિતે પણ 'નૃપલક્ષણસંહિતા'ની રચના કરી, અને તે સંહિતામાં તેણે એવું લખ્યું, કે જેથી સગર સમસ્ત રાજલક્ષણોથી સહિત ગણાય અને મધુપિંગલ' સર્વ રાજલક્ષણોથી હીન, એટલે કે – “રાજા ગણાવવા માટે તદ્દન નાલાયક ઠરે. એ પ્રમાણેનું પુસ્તક રચીને તે પુસ્તક પેટીમાં મૂક્યું. તે
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫
)
૧૬૯ રાક્ષશવંશ
અને વાનરવંશ