________________
પાસે જે ન કરાવે, તે જ ઓછું ગણાય છે ! મોહઘેલા બનેલાઓ પોતે માતેલા પ્રિયની પ્રભાવના કરવા માટે, પોતાની જાતને અનેક પાપોના ભાગીદાર બનાવતાં કે જનતાને ઘોર પાપની ખાઈમાં ધકેલતા જરાપણ આંચકો ન ખાય, એ સહજ છે
ખરેખર, એવા આત્માઓ ઘણાજનક દયાને પાત્ર છે ! એવાઓથી જનતાને ચેતવવાના સઘળા પ્રયત્નો દરેકે-દરેક ધર્મરસિકે કરવા જોઈએ. એવા પામરોના પણ ભલા માટે તેમની જાતને જાહેરમાં જાણીતી કરી દેવી જોઈએ, કે જેથી તેઓ પણ તેમનો પુણ્યોદય હોય તો પાપ કરતા બચી જાય અને દુર્ભાગ્યના યોગે તેઓ ન બચે, તો કલ્યાણાર્થી જનતા તો જરૂર જ બચી જાય ! ત્રીજી વાત તો એ છે કે લોકપ્રસિદ્ધિ માટે અગર બીજા કોઈ તેવા જ દુન્યવી સ્વાર્થની સાધના માટે ‘સત્ય' આદિ ધર્મના ઉપાસક બન્યા હોય, તેવાઓ ‘સત્ય' આદિ ધર્મને ધક્કો મારનારા જ નીવડે છે ! તેઓનું જ્ઞાન અજ્ઞાન તરીકેનું ! તેઓનું સંયમ અસંયમ તરીકેનું ! અને તેઓની અહિંસા હિંસા તરીકેનું જ કામ કરે છે, એ તદ્દન સત્ય વાત છે ! અન્યથા, એક નહિ જેવા કારણે વસુ' રાજા ઉઘાડું અસત્ય આચરી, શાસ્ત્રવિરુદ્ધ ભાષણ અને ગુરુદ્રોહ આદિનું પાપ આચરવાનું દુ:સાહસ કદી જ ન કરી શકત કારણકે તેની પાસે એ સઘળાં પાપોમાંથી બચી જવાના બધા જ રસ્તા ઉઘાડા હતા. ધર્મરસિક આત્માએ ધર્મની રક્ષા માટે સર્વસ્વનો ત્યાગ કરવા સજ્જ રહેવું જોઈએ અને એ જ કારણે જ્ઞાની પુરુષો ફરમાવે છે કે
એક મુક્તિના ઈરાદે કરવામાં આવતો ધર્મ એજ શુદ્ધ ધર્મ છે બાકીના સઘળા ધર્મો મલિત છે અને એથી એ ધર્મો કઈ વખતે આત્માનો કારમો અધ:પાત કરી નાખે, એ ન કળી શકાય એવી બીતા છે ! માટે શાશ્વત સુખના અર્થીએ ધર્મનું સેવન એક મુક્તિના જ ઈરાદે કરવું યોગ્ય છે કારણકે એ ઇરાદે કરેલા ધર્મના યોગે દુનિયાની કોઈપણ સાહાબી અસાધ્ય નથી, પણ સુસાધ્ય જ છે.
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
રાક્ષશવંશ ૧૬૧ અને વાનરવંશ (