________________
જૈન રામાયણ પ૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ “ જરૂર આ સ્વર્ગમાં જશે.' - આ પ્રમાણે નિશ્ચિત કરીને ગૌરવપૂર્વક 'સાધુ-સાધુ આ પ્રમાણે બોલતા ગુરુદેવે મને આલિંગન કર્યું.”
આ પછી ‘વસુ અને પર્વતક' એ બંને જણાએ આવીને ગુરુ સમક્ષ જણાવ્યું કે અમે તે સ્થાને કૂકડાઓ મારી નાખ્યા કે જે સ્થાને કોઈ પણ જોતું ન હતું. આ પ્રમાણે સાંભળીને
ગુરુએ શાપ દેતાં કહ્યું કે अपश्यतं युवामाढा-वपश्यन् खेचरायढ्यः । कथं हतौ कुक्कुटौ रे ! पापावित्यशपद् गुरुः ।।१।।
હે પાપાત્માઓ ! તમે બે જોતા હતા અને ખેચર આદિ જોતા હતા, તે છતાં તમે લોકોએ કૂકડાઓને કેમ મારી નાંખ્યા?”
ત્યાર પછી - ततः खेदाढापाध्यायो, ढध्यौ विध्यातपाठधीः । मुधा मेऽध्यापनक्लेशो, वसुपर्वतयोरभूत् ॥१॥ गुरुपदेशो हि यथा - पानं परिणमेदिह । अभ्रांभस्थानभेदेन, मुक्तालवणतां व्रजेत् ॥२॥ प्रियः पवर्तकः पुत्र, पुत्राढप्यधिको वसुः । नरकं यास्यतस्तस्माद, गृहवासेन किं मम ॥३॥
‘ખેદ થકી લાશ પામી ગઈ છે પાઠ આપવાની બુદ્ધિ જેમની તેવા ગુરુદેવ વિચારવા લાગ્યા કે વસુ' અને 'પર્વત'ને ભણાવવાનો મારો શ્રમ ફેગટ ગયો. ખરેખર, જેમ મેઘનું પાણી સ્થાનના ભેદથી મોતીપણાને અને લવણપણાને પામે છે, તેમ આ સંસારમાં ગુરુનો ઉપદેશ પણ પાત્ર પ્રમાણે જ પરિણામ પામે છે. ‘પર્વતક નામનો મારો પ્રિય પુત્ર અને તે પ્રિય પુત્રથી પણ અધિક વસુ જ્યારે નરકમાં જવાના છે, તો પછી મારે હવે ઘરવાસ કરીને શું પ્રયોજન છે?'
ખરેખર, પોતાના સંતાનના અહિતની વાતથી હિતેષીનો જીવ ઝાલ્યો ન જ રહે. સંતાન પાપ કરતું હોય, પાપસ્થાનકનો પ્રચાર કરતું