________________
આ પ્રમાણે મુનિવરે અડધી જ વાત કરી, એટલામાં જ પરમ ભક્તિમાન્ શ્રી રાવણ પોતાની ગ્રીવાને નીચે નમાવીને બોલ્યા કે
aસૌ પૂન્યવનિ - મં ત્મા મહામુન: ?” “શું મહાપરાક્રમી આ શ્રી સહસ્ત્રકિરણ' આપ પૂજ્યપાદના પુત્ર છે?"
આ પ્રશ્નના ઉત્તરમાં મુનિઓમાં ઇંદ્ર સમા શ્રી શતબાહુ નામના મુનિવરે ‘હા’ કહી, એટલે કે શ્રી રાવણે કહેવા માંડ્યું કે
દિગ્વિજ્ય માટે પ્રયાણ કરતો-કરતો હું અહીંયાં આ ‘રેવા' નદીના તટ ઉપર આવ્યો. આ તટ પર નિવાસ કરીને વિકસિત કમળોથી શ્રી જિનેશ્વરદેવની અર્ચા પૂજા કરીને, એટલામાં હું મનને એકાગ્ર કરી તન્મય થયો, તેટલામાં તો આ “શ્રી સહસ્ત્રાંશુ' રાજાએ મૂકેલા પોતાના સ્નાનથી મલિન પાણીએ કરીને મારી પૂજા ડુબાવી દીધી તેથી ક્રોધાયમાન થયેલાં મે ક્રોધથી યુદ્ધ કરીને આ “શ્રી સહસ્ત્રાંશુ રાજાને પકડી બાંધી લાવવાનું કાર્ય કર્યું. પણ હવે હું માનું છું કે,
“મીનાદ્રમુનાગૅતત્, નૃતં મળે મહીના સે त्वत्सुनुरेष किं कुर्या -दर्हदाशातनां क्वचित् ११११
“આ મહાત્માએ આ કાર્ય અજ્ઞાનતાથી જ કરેલું છે, કારણકે આપના આ પુત્ર કદી પણ શ્રી અરિહંતદેવની આશાતના શું કરે ? અર્થાત્ કદી જ ન કરે.”
આ પ્રમાણે કહીને શ્રી રાવણ નમસ્કાર કરીને, શ્રી સહસ્ત્રાંશુ રાજાને જ્યાં મુનિવર બિરાજ્યા છે ત્યાં લઈ આવ્યા. લજ્જાથી નમ્ર મુખવાળા બનેલા ‘શ્રી સહસ્ત્રાંશુ રાજા પણ પિતા મુનિને નમ્યા. પછી પરમ સમ્યગ્દષ્ટિ શ્રી રાવાગ શ્રી સહસ્ત્રાંસુ સજાને ‘ગુરુયુઝ' માનીને કહેવા લાગ્યા કે
આજથી આરંભીને આપ મારા ભાઈ છો, કારણકે આ ‘શ્રી , તિબાહુ મુનિવર આપની જેમ મારા પણ પિતા છે, માટે આપ જાઓ,
'શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૩૭ રાક્ષશવંશ
અને વાનરવંશ