________________
જૈન રામાયણ, ૨૦
રાક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ સમજ જ હોતી નથી. દેવેંદ્ર આવે ત્યારે આટલું ભાન કોને રહે ? સંસારમાં પડેલા, ભોગમાં આસક્ત અને એકાંત વિષયાધીન આત્માઓને ભાન ન જ રહે. માટે જ ધર્મી બનવું હોય તો અધર્મને ખોટો માનતા શીખો. ધર્મી થવું હોય તો પાપને પાપ તરીકે સમજો. અધર્મના ત્યાગ વિતા ધર્મ ન આવે ! પાપને પાપ માવ્યા વિના પુણ્યકાર્ય ઉપર સાચો પ્રેમ ન થાય. ઉત્તર દેવાની આટલી અને આવી તાકાત હોય, તો દુનિયાની એક પણ ચીજ એવી નથી કે જે તમને અકળાવે. આજે તો ગ્રાહકને રીઝવવા ધર્મના સોગન પણ ખવાય છે ! ‘પરમાત્માને વચ્ચે રાખીને કહું છું એમ પણ કહેવાય છે ! જુઓ, આ તે ધર્મનું બહુમાન કે અપમાન ? ધર્મ આવે કઈ રીતે ? અનીતિ કરવી અને કહેવું કે ‘જમાના માટે જરૂરી છે ! ખોટું સાચામાં જમાનાના નામે ખપાવવું છે ? સાધુ બહુ કહે તો કહી દે કે ‘એ તો ઉપાશ્રયમાં રહે. એમને બજારની ઓછી ખબર? રૂપિયા જોઈએ તે લાવવા ક્યાંથી? હું કહું છું કે જ્યાં સુધી આવી માન્યતા છે, ત્યાં સુધી ધર્મ હદયમાં ઊતરવાનો નથી. ‘ઓછું મળે તો ઓછું, પણ પાપ તો ન જ થાય' એ માન્યતા દૃઢ થવી જોઈએ. કદાચ થઈ જાય તો એની પ્રશંસા તો હોય જ નહિ. ધર્મનિષ્ઠ આત્માને પાપ પ્રત્યે સદ્ભાવ ન જ હોવો જોઈએ. શ્રી રાવણ ભોગી છે, પણ પ્રભુના મંદિરમાં કે મુનિના યોગમાં એનો આત્મા તલ્લીન બનતો. ભોગમાંથી તે વખતે તેનો આત્મા કકળતો. કહેતો કે સુખનું કારણ તો આ જ છે.' ઇંદ્ર તુષ્ટમાન થાય એવી ભક્તિ કરે, એ કેટલી ઊંચી ભક્તિ ? એક સ્તવન ગાઓ તેમાં તો મન અને ઇંદ્રિયો બધે ભટકે જ્યારે શ્રી રાવણે ભક્તિમાં ત્રુટી પડવા ન દેવા, શરીરના સ્નાયુને પણ વીણા સાથે બાંધ્યો. આ કઈ ભક્તિ ? વિધિ એ છે કે મધુર સ્વરે, કોઈને પણ આઘાત ન થાય તેવા સ્વરે, ગંભીર અર્થવાળા સ્તવનો હદયના ઉલ્લાસપૂર્વક પ્રભુ સમક્ષ ગાવા જોઈએ, કે