________________
જૈન રામાયણઃ
*
જોહરણની ખાણ ૧૧૬
'રાક્ષસવંશ અને વાતવંશ ભાગ-૧
વગાડે છે અને તેનું અંત:પુર સપ્ત સ્વરથી મનોહર ગાય છે, તે વખતે નાગકુમારોના ઇંદ્ર શ્રી ધરણેન્દ્ર ચૈત્યની યાત્રા માટે આવ્યા અને પૂજાપૂર્વક શ્રી અરિહંતદેવોને વંદના કરી.
ભક્તિથી તુષ્ટમાન થયેલ શ્રી ધરણેન્દ્રનું કથન શ્રી અરિહંતદેવના ગુણોથી ભરેલાં ‘કરણ' અને ધ્રુવક' આદિ ગીતોથી ગાયન કરતા શ્રી રાવણને જોઈને શ્રી ધરણેન્દ્ર કહે છે કે
“अर्हगुणस्तुतिमयं, साधुगीतमिदं ननु । fજનમાવાનુવં તે, તેન તુષ્ટોડરમ રાવળઃ રાજ ?''
'હે રાવણ ! તમે પોતાના ભાવને યોગ્ય અને શ્રી અરિહંતદેવના ગુણોથી ભરેલું તમે ઘણું જ સુંદર ગાયું, તેથી ખરેખર, હું તુષ્ટમાન થયો છું.'
સમ્યગદૃષ્ટિ દેવો અને દેવેંદ્રો પણ પ્રભુના ગુણગાનથી કેટલા પ્રસન્ન થાય છે, એ વિચારવાનું છે. અને વાત પણ ખરી છે કે શ્રી અરિહંતદેવનાં ગુણગાન પણ કોઈ ભાગ્યશાળી જ કરી શકે છે. ભાગ્ય વિના આવી ભક્તિપૂર્વક ગુણો ગાવાનું મન નથી થતું. તો પછી ગુણગાનમાં આવી લીનતા તો આવે જ ક્યાંથી ? શ્રી ધરણેન્દ્ર પોતાની તુષ્ટમાનતા તો બતાવી, પણ પોતે સમજે છે કે મારી તુષ્ટમાનતા કંઈ આ ભક્તિના ફળને આપવા માટે સમર્થ નથી, અને એ જ કારણે તુષ્ટમાન થયેલ શ્રી ધરણેન્દ્ર, એ ભક્તિના ફળનું વર્ણન કરતાં કહે છે કે
"अर्हढ्गुणस्तुतेर्मुख्यं, फलं मोक्षस्तथाप्यहम्, ।। अजीर्णवासनस्तुभ्यं, किं यच्छमि वृणीष्व भोः ॥२॥"
જોકે – શ્રી અરિહંતદેવોના ગુણોની સ્તુતિનું મુખ્ય ફળ તો મોક્ષ છે, તો પણ વાસના જેવી જીવંત છે એવો હું તને શું આપું? હે રાવણ ! આપ માંગો !'
તમે જોઈ શકશો કે ઈંદ્રો પણ પોતાની મહત્તા બતાવવા પ્રભુભક્તિના મુખ્ય ફળને ગોપવતા નથી. શ્રી ધરણેન્દ્ર સ્પષ્ટ અક્ષરોમાં કહી દીધું કે 'અરિહંતદેવોના ગુણોની સ્તુતિનું મુખ્ય ફળ તો મોક્ષ જ છે.'