________________
66
‘વં વિદૃશ્ય મનવાન્, વાજાંબુન નીનયા અષ્ટાવદ્રાàર્મુર્ઘાન, વાની દિતૃવીયત્ ો?''
‘ભગવાન્ શ્રી વાલી મુનિવરે લીલાપૂર્વક પગના અંગૂઠાથી અષ્ટાપદ પર્વતના શિખરને સહજ દબાવ્યું.
અનેક લબ્ધિના સાગર અને અચિંત્ય બળના સ્વામીનું સહજ પણ દબાણ, ભયંકર પાપ કરવાને તત્પર થયેલા રાવણને ભારે પડી ગયું. તે સહજ દબાણથી તો એક ક્ષણવારમાં રાવણ, મધ્યાહ્ન સમયે જેમ દેહની છાયા સંકોચાઈ જાય અને પાણીની બહાર રહેલો કાચબો જેમ સંકોચાઈ જાય, તેમ સંકુચિત ગાત્રવાળો થઈ ગયો અને અતિશય ભાંગી ગયા છે ભુજાદંડ જેના એવો અને મુખથી લોહીનું વમન કરતો તથા પૃથ્વીને રોવરાવતો રાવણ રોવા લાગ્યો. તે રીતે રોવાથી ‘દશમુખ' નામના બદલે ‘રાવણ' નામથી તે પ્રસિદ્ધ થયો.
અને
વાતી વાવરઃ |
તસ્ય ઘાટનું ફ્રીનું, श्रुत्वा તેં મુમોઘા તÁ, શિક્ષામામાય ન થા રો?”
‘તે રાવણના દીન રુદનને સાંભળી, કૃપામાં તત્પર શ્રી વાલી મુનિવરે તેને એકદમ છોડી દીધો, કારણકે ભગવાન શ્રી વાલી મુનિશ્તી રાવણને દાબી દેવાની ક્રિયા કેવળ શિક્ષા માટે જ હતી, પણ ક્રોધથી ન હતી.'
આ રીતે સંગરહિત, શરીર ઉપર પણ નિ:સ્પૃહ, રાગદ્વેષથી રહિત અને સમતારૂપી પાણીમાં નિમગ્ન એવા ભગવાન શ્રી વાલી મુનિવરે તીર્થની અને પ્રાણીઓની રક્ષા માટે પોતાની શક્તિનો સદુપયોગ કરી, યથાસ્થિત રીતે પોતાની ફરજ બજાવી.
સુયોગ્ય આત્માની મહાનતા
હિતબુદ્ધિથી કરવામાં આવેલી શિક્ષા પણ સુયોગ્ય આત્માને જ ફળે છે અને શ્રી રાવણ ઉત્તમપુરુષ છે, એ તો નિ:શંક બાબત છે. હિતબુદ્ધિથી જેવી શિક્ષા શ્રી રાવણને કરવામાં આવી, તેવી શિક્ષા
૧૧૧
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪