________________
જૈન રામાયા
જૈન રામાયણ ૧ ૦ ૦
' 3
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ "सचन्द्रहासं मामूह्य, यथा भ्राम्यस्त्वमब्धिषु । “તથા ત્વાં સાત્રિભુત્વાદ્ય, ક્ષેશ્યામ નવા ૪૪ ર”
ખરેખર, હજુ સુધી પણ તું મારી તરફ વિરુદ્ધ જ છે ? આ જગતને ઠગવાની ઇચ્છાવાળો તું દંભથી જ વ્રતને વહન કરે છે ! આગળ પણ કોઈ પ્રકારની માયા વડે જ તેં મને કોઈક વાહીકની માફક વહન કર્યો હતો, પણ અમારા કરેલાનો બદલો વાળવો એવી શંકા કરતા તે દીક્ષા અંગીકાર કરેલી, પણ હજી પણ હું તેનો તેજ રાવણ છું અને મારી ભૂજાઓ પણ તેની તે જ છે. હવે મારો વારો આવ્યો છે, તો હું તારાથી કરેલાનો બદલો વાળું છું. ચંદ્રહાસ ખગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્રોમાં ફર્યો હતો, તેમ તને હું આ પર્વત સહિત ઉપાડીને લવણ સાગરમાં ફેંકી દઈશ.'
ખરેખર, કષાય એ એક ભયંકરમાં ભયંકર વસ્તુ છે. માનમાં ચઢેલા શ્રી રાવણ એ પણ ભૂલી જાય છે કે સ્થાવર કે જંગમતીર્થની ઉપર વિમાન જરૂર સ્કૂલના પામે છે જ અને એ ભૂલના પરિણામે તેનો વિવેકી આત્મા પણ ક્રોધાધીન બની જાય છે. ખરેખર, માન વિવેકનો નાશક છે એ વાત આ ઉપરથી બરાબર સિદ્ધ થઈ શકે છે. કષાયને આધીન થયેલ શ્રી રાવણ, શ્રી વાલીમહારાજાની અવિરુદ્ધ ભાવનાથી પરિચિત છતાં, તેમનામાં વિરુદ્ધ ભાવનાની કલ્પના જ નહિ, પણ હજુ પણ એટલે કે મુનિપણામાં પણ વિરોધી છો એવો ભયંકર આક્ષેપ કરે છે. ખરેખર, એક માણસ એક ભૂલના યોગે કેટલો ઉન્માર્ગે ચઢી જાય છે, એનું આ અપૂર્વ ઉદાહરણ છે. શું શ્રી વાલીમહારાજાએ સંયમ અંગીકાર કરતાં પહેલાં પોતાની બધી જ હકીકત કહીને એમ નથી કહાં કે ‘રાવણ! મારે રાજ્યની ઈચ્છા નથી અને જો હોય તો તારે માટે આ પૃથ્વી ઉપર ઊભા પણ રહેવાની ગ્યા નથી !" શ્રી વાલીમહારાજાએ એ કહયું છે અને શ્રી રાવણે સાંભળ્યું છે, પણ માની અને ક્રોધી બનેલા શ્રીરાવણ તે બધું જ ભૂલી જઈ, પરમત્યાગી, અતિ ઉત્કટ કોટિએ ચઢેલા ઘોર તપસ્વી, પરમધ્યાની અને સર્વથા નિર્મમ